‘આફ્રિકા ડે’ની ઐતિહાસિક ઉજવણીમાં શામેલ થયાં સુષ્મા સ્વરાજ, વાયબ્રન્ટ ગુજરાતમાં…

ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત સૌ પ્રથમ વખત ‘આફ્રિકા ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરરાજે ‘આફ્રિકા ડે’ની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. આફ્રિકા ખંડના ૫૪ રાષ્ટ્રો  પૈકી ૫૦ રાષ્ટ્રો ના પ્રતિનિધિઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા ગુજરાત પધાર્યા છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી અને નેલ્સન મન્ડેલાની ૧૦૦મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં સમિટમાં ‘આફ્રિકા ડે’ની ઉજવણી થઇ રહી છે.

આ પ્રસંગે સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ‘ગુજરાતે-ભારતે મોહનદાસ ગાંધી આપ્યા હતાં, એમ આફ્રિકાએ ભારતને ‘મહાત્મા’ પાછા આપ્યા.  બૃહ્દ આફ્રિકા નિઝમનો પાયો આફ્રિકાના પિતામહે નાખ્યો છે, આફ્રિકાની એકતાએ એનું ઘડતર કર્યું છે અને આફ્રિકન યુનિયન તેને વધુ સુદૃઢ કર્યું છે.

વિદેશ પ્રધાન સુષ્મા સ્વારજે વધુમાં કહ્યું હતું કે, માર્ચ-ર૦૧૭માં આફ્રિકન દેશોએ પરસ્પંરના આર્થિક વ્યાપારિક સંબંધો વધુ સુદૃઢ કરવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટે કર્યા, આ ઐતિહાસિક કરારને અનુલક્ષીને ભારતે એજન્ડામાં-ર૦૬૩ વિઝન ડોકયુમેન્ટડ તૈયાર કર્યું છે. આફ્રિકન દેશો સાથેના ભારતના સંભારણાના પ્રિઝમથી અમે ભારત- આફ્રિકન જોડાણને વધુ મજબૂતાઇ બક્ષવા જઇ રહ્યાં છીએ.

નરેન્દ્ર મોદીએ ભારતની વિદેશ અને આર્થિક નીતિમાં આફ્રિકાને ‘ટોપ પ્રાયોરિટી’ આપવાની જાહેરાત કરી છે, તેનો ઉલ્લેખ કરતાં સ્વરાજે જણાવ્યું હતું કે, યુગાન્ડાની મુલાકાત દરમિયાન વડાપ્રધાને ૧૦ વ્યાપક માર્ગદર્શક સિદ્ધાંતો આધારિત આફ્રિકા પોલીસીની જાહેરાત કરી હતી. ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાન કક્ષાએથી આ ચાર વર્ષેામાં ર૯ આફ્રિકન રાષ્ટ્રોની મુલાકાત લેવામાં આવી છે. એટલું જ નહીં, સામે પક્ષે આફ્રિકાના ૩૫ રાષ્ટ્રોના નેતાઓ પણ ભારત પધાર્યા હતાં.

સુષ્મા સ્વરાજે  જણાવ્યું  હતું કે, આફ્રિકા સાથેના વધુ સુદૃઢ થતાં જતાં સંબંધોને અનુલક્ષીને ભારતે આફ્રિકન દેશોમાં આગામી વર્ષોમાં ૧૮ નવા દૂતાવાસ અને ઉચ્ચાયુકત કાર્યાલયો ખોલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે આફ્રિકન દેશોમાં ૪૭ એલચી કચેરીઓ થશે. ગત વર્ષે રવાન્ડામાં દૂતાવાસના શુભારંભ સાથે આ મિશનનો આરંભ પણ થઇ ગયો છે.

આફ્રિકા એક મહત્વના વ્યાપાર અને મૂડીરોકાણ ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે, વર્ષ ર૦૧૭-૧૮માં ભારત-આફ્રિકા વચ્ચે ૬ર.૬૬ બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વ્યાપાર થયો છે. જે અગાઉના વર્ષની સરખામણીમાં રર ટકા વધારે છે. ભારતે અલ્પ વિકસીત રાષ્ટ્રો માટે ‘ડયુટી ફ્રી ટેરિફ પ્રેફરન્સ નીતિ’ની જાહેરાત કરી છે, જેનો લાભ ૩૮ આફ્રિકન દેશો લઇ રહ્યાં છે. તાજેતરમાં આફ્રિકન કોન્ટી નેન્ટલ ફ્રી ટ્રેડ એરિયા સંધી થઇ છે, તે પણ આફ્રિકાના આર્થિક અને વ્યાપારિક વિકાસ માટે મહત્વનો આયામ બની રહેશે.

ભારતની ‘લાઇન્સા ઓફ ક્રેડીટ’ આફ્રિકા સાથેના સંબંધોમાં વિશેષ મહત્વની સાબિત થઇ છે, જેના પરિણામે ૪ર આફ્રિકન દેશોમાં ૧૧.૪ બિલિયન ડોલરના મૂડીરોકાણવાળા કુલ ૧૮૯ પ્રોજેકટ્સ કાર્યરત થયાં છે. આ પ્રોજેકટ્સથી આફ્રિકાના જનજીવન પર સકારાત્મક અસર ઉપસી રહી છે અને આફ્રિકનોના જીવનધોરણમાં અમૂલ્ય પરિવર્તન આવી રહ્યું છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]