વડોદરાઃ દેશમાં H3N2 વાઇરસને કારણે થનારા ઇન્ફ્લુએન્ઝાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ ઇન્ફ્લુએન્ઝા વાઇરસને કારણે ગુજરાતમાં એક 58 વર્ષીય મહિલાનું મોત થઈ ગયું છે. એ મહિલાની વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. એ સાથે એ વાઇરસને કારણે દેશમાં અત્યાર સુધી કુલ સાત લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ બીમારીથી આરોગ્યના નિષ્ણાતોએ લોકોને સાવચેતી રાખવા માટે સૂચનો આપવામાં આવ્યાં હતાં.
H3N2 ઇન્ફ્લુએન્ઝા વાઇરસથી બચવા માટે ડોક્ટરોએ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. ડોક્ટરોનું કહેવું છે કે વાઇરસથી બચવા માટે લોકોસતત હાથ ધોતા રહે અને એક વાર ફ્લુની રસી લગાવી લે.
IDSP-IHIP (એકીકૃત આરોગ્ય સૂચના મંચ) પર ઉપલબ્ધ આંકડા અનુસાર નવ માર્ચ સુધી રાજ્યોને H3N2 સહિત ઇન્ફ્લુએન્ઝાના વિવિધ પેટા પ્રકારોના કુલ 3038 કેસોની પુષ્ટિ કરી છે. એમાં જાન્યુઆરીમાં 1245 કેસ, ફેબ્રુઆરીમાં 1307 અને નવમી માર્ચ સુધી 486 મામલા સામેલ છે.
આરોગ્ય નિષ્ણાતોએ લોકોએ આ વાઇરસથી બચવા માટે અત્યાધિક સંવેદનશીલ ક્ષેત્રો જેવા જાહેર ટ્રાન્સપોર્ટ, હોસ્પિટલો, એરપોર્ટો અને રેલવે સ્ટેશનો અને અન્ય જાહેર વાહનોમાં ફરી માસ્ક પહેરવા નિર્દેશ આપ્યા હતા. લોકોને ભીડભાડવાળાં સ્થળે જવાથી બચવાની સલાહ તેમણે આપી હતી. H3N2 અને H1N1 –બેને પ્રકારનાં ઇન્ફ્લુએન્ઝા એ વાઇરસ છે, જેને સામાન્ય રીતે ફ્લુના રૂપે ઓળખાય છે. સામાન્ય લક્ષણોમાં લાંબા સમય સુધી તાવ, ખાંસી, નાકનું વહેવું અને શરીરમાં દર્દ સામેલ છે, પણ ગંભીર કેસોમાં લોકોને શ્વાસ ફૂલવા લાગે છે અને ગભરાટ થવા લાગે છે.
