શહેરમાં ભંગારનાં 10 ગોદામોમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં

વલસાડઃ રાજ્યના વલસાડમાં સવારે 10 ગોદામોમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાની સૂચના મળ્યા પછી ફાયર બ્રિગ્રેડની ગાડીઓમાં ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના કામ લાગી હતી. મંગળવારે વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં ભંગારનાં 10 ગોડાઉનોમાં ભીષણ આગ લાગી ગઈ હતી.

આગ કયાં કારણો લાગવાનાં કારણો વિસે માહિતી નહોતી મળી શકી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. જોકે આ આગ લાગવાની ઘટના હજી સુધી કોઈ જીવ ગુમાવ્યો નથી, એમ તેમણે કહ્યું હતું. આ આગની ઘટનામાં લાખ્ખો રૂપિયાનો માલસામાન બળીને ભસ્મ થઈ ગયો હતો.

બીજી એક આગ લાગવાની ઘટના મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં એક ફર્નિચરના ગોદામમાં આગ લાગી ગઈ હતી. આ આગ જોગેશવરીના રામ મંદિરની પાસે સવારે 11 કલાકે લાગી હતી. આ આગમાં પણ કોઈનો જીવ ગુમાવ્યો નથી કે ઇજાગ્રસ્ત થયાના અહેવાલ નથી. જોકે બંને આગ લાગવાની ઘટનામાં આગ લાગવાનાં કારણ વિશે હજી સુધી જાણ નથી થઈ શકે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.