ઉત્તર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર મોસમનો મિજાજ બગડવાનો છે. હવામાન વિભાગના અનુસાર 16 માર્ચ સુધી રાજ્યના 17 જિલ્લાઓમાં ક્યાંક ધીમો તો ક્યાંક તેજ વરસાદ પડવાની સંભાવના છે. બિનમોસમ વરસાદની હાલત ઉત્તર-પૂર્વની હવાઓને લીધે થઈ છે.

અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેદન્દ્રનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં તેજ હવાઓની સાથે વરસાદની શક્યતા છે. વરસાદ દરમ્યાન 30થી 40 કિમીની ઝડપે હવા ચાલવાની શક્યતા છે.

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી માવઠું રહેવાની આગાહી કરવામાં આવી છે. અઠવાડિયાની મધ્યમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હોવાથી ગરમીનું જોર સામાન્ય ઘટ્યું છે, પરંતુ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં જે રીતે ગરમી વધી રહી છે તે ચિંતાજનક છે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીના વાતાવરણ પલટો આવવાની આગાહી કરી છે. જ્યારે આ માવઠાના વધુ એક રાઉન્ડથી કેરી, ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ સર્જાતાં ખેડૂતોને માથે ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન ડબલ સીઝન પણ અનુભવાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડે એવી ધારણા છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]