અમદાવાદ : રાજસ્થાની પરિવારોએ ગેર મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવ્યો

ગેર મહોત્સવ : હોળી ધૂળેટીનો ઉત્સવ ઉત્તર ભારતમાં ઘણી જગ્યાઓએ જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. રાજસ્થાનના કેટલાક ભાગમાં હોળી ધૂળેટીમાં ગેર ઉત્સવ મનાવવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રાજસ્થાનના ઘણાં પરિવારો વસવાટ કરે છે. ધૂળેટીનો રંગોત્સવ મનાવ્યા બાદ શહેરના જમાલપુર ખેતી વાડી ઉત્પન્ન બજાર, અમરાઇવાડી જેવા સ્થળો એ ગેર રમવા રાજસ્થાની પરિવારો ભેગા થયા હતાં. રાજસ્થાનમાં પ્રચલિત ઢોલ અને અન્ય વાદ્યો સાથે ગેર ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

સતત કોલાહલ વચ્ચે ધમધમતા જમાલપુર શાક માર્કેટ તરીકે જાણીતા વિસ્તારમાં આજે મોટી લાકડીઓ સાથે ગેર રમતા રાજસ્થાની રસિયાઓએ વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. આ ગેર મહોત્સવમાં રાજસ્થાની લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને ધામધૂમથી ઉત્સવ મનાવ્યો હોત.

  • પ્રજ્ઞેશ વ્યાસ