અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા જુદા-જુદા શૈક્ષણિક કોર્સની તાલીમ અને શિક્ષણ છેલ્લાં ઘણાં વર્ષોથી આપવામાં આવે છે, જે અંતર્ગત સાંપ્રત સમયની જરૂરિયાતને પહોંચી વળવા અને દેશ-વિદેશમાંથી આવેલા લોકોને ગુજરાતી ભાષા લખતા-વાંચતા અને બોલતા આવડે તે હેતુસર ”ગુજરાતી ફોર નોન-ગુજરાતી” કોર્સની જાહેરાત કરવામાં આવી છે.
આ કોર્સનો કોઈ પણ વ્યકિત અને કોઈ પણ જુદી-જુદી ભાષાના લોકો લાભ લઈ શકશે અને આ કોર્સનું ઉદઘાટન દીપ પ્રાગટ્ય ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ, મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી અને ભાષા નિયામક, ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવશે. તેનું શૈક્ષણિક કાર્ય નરેન્દ્ર પંડયા કરશે. વધુ વિગતો અને નોંધણી માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org.