અમદાવાદઃ રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 324 કેસ નોંધાયા છે. આ કેસોની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 9592 પર પહોંચી ગઈ છે. તો આ દરમિયાન 20 લોકોના મૃત્યુ થયા છે. સાથે 191 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 265 કેસ નોંધાયા છે.રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે નવા કેસમાં અમદાવાદમાં 265, સુરતમાં 16, વડોદરામાં 13, મહેસાણામાં 6, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 4, છોટા ઉદેપુરમાં 4, ભાવનગરમાં 3, પાટણમાં 3, આણંદમાં 2, પંચમહાલમાં 2, બનાસકાંઠા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 19 અને સુરતમાં 1 દર્દીનું મોત થયું છે. 7 દર્દીના કોરોનાથી અને 13ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાથી મોત થયા છે. કુલ 9,592 દર્દીમાંથી 43 વેન્ટીલેટર પર, 5,210ની હાલત સ્થિર છે અને 3,753 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,24,709 ટેસ્ટ થયા છે. જેમાં 9,592ના પોઝિટિવ અને 1,15,117ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનાં કુલ પોઝિટિવ દર્દીનો આંક 9592 થયો છે. જેમાંથી 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો 5210 દર્દીઓની હાલત સ્થિર છે. તો ડિસ્ચાર્જનો કુલ આંક 3753 અને મોતનો આંક 586 થયો છે.
અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે ડિસ્ચાર્જના કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં 135, ગાંધીનગરમાં 8, ખેડામાં 4, વડોદરા 8, સુરતમાં 12 અને વડોદરામાં 08 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.