રાજ્યમાં કોરોનાના નવા 363 કેસઃ 29 લોકોનાં મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધતા જઈ રહ્યા છે. રાજ્ય સરકારે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં થોડી છૂટ આપી છે. હવે લોકોએ એ વાત ચોક્કસ સમજવી પડશે કે, આપણે કામ વગર ઘરની બહાર ન નિકળવું જોઈએ. કારણ કે કોરોનાનું સંકટ હજી પૂરું થયું નથી.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 363 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 29 લોકોનાં મોત નિપજ્યા છે. અને છેલ્લા 24 કલાકમાં 392 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસનો આંક 13273 થયો છે. જ્યારે કોરોનાને કારણે કુલ 802 થયો છે. અને રાજ્યમાં ડિસ્ચાર્જનો કુલ આંક 5880 થયો છે. આમ રાજ્યનો રિકવરી રેટ 44.03 ટકા થયો છે.

અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર સોમનાથમાં 4, ગાંધીનગર-ખેડા-કચ્છ-જૂનાગઢમાં 3-3, આણંદ-મહેસાણામાં 2-2, રાજકોટ અને વલસાડમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા હતા.