અમદાવાદઃ ગુજરાતમાં આજે કોરોના પોઝિટિવનાં વધુ 226 કેસ નોંધાયા છે. તો કોરોનાની સામે 19 વ્યક્તિઓનાં મોત પણ નિપજ્યા છે. ફરીથી આજે અમદાવાદમાં કોરોનાનાં સૌથી વધારે કેસ નોંધાયા હતા. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 164 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 3774 થયો છે. અને કોરોનાનાં કારણે મોતનો કુલ આંક 181 થયો છે. જ્યારે આજે 40 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
આજે નવા નોંધાયેલ 226 કેસોની વાત કરીએ તો, અમદાવાદામાં 164 કેસ, આણંદમાં 9 કેસ, ભરૂચમાં 2 કેસ, ભાવનગરમાં 1 કેસ, બોટાદ અને ગાંધીનગરમાં 6-6 કેસ, રાજકોટમાં 9 કેસ, સુરતમાં 14 અને વડોદરામાં 15 પોઝિટિવ કેસ નોંધાયા હતા. ભુજમાં 36 દિવસ બાદ 90 વર્ષની એક વૃદ્ધાએ કોરોનાને મ્હાત આપી છે. જે બાદ સીએમ રૂપાણીએ તેમની સાથે વાત કરી હતી.
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના કુલ પોઝિટિવ દર્દીનો આંક 3774 થયો છે. જેમાંથી 34 લોકો વેન્ટિલેટર પર છે. અને 3125 લોકોની હાલત સ્થિર છે. આમ રાજ્યમાં ડિસ્ચાર્જની કુલ સંખ્યા 434 થઈ છે. અને રાજ્યમાં કોરોનાના કારણે કુલ 181 લોકોનાં મોત નિપજ્યા છે.