રાજ્યમાં કોરોનાના 333 નવા કેસઃ કુલ આંકડો 5054

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સતત વધી રહેલા કેસો ચિંતામાં વધારો કરી રહ્યા છે. રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી.  તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 333 નવા કેસ નોંધાયા છે. જો કે સામે પક્ષે 160 લોકોને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લામાં 250 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ભાવનગરમાં 6, બોટાદમાં 6, દાહોદમાં 1, ગાંધીનગરમાં 18, ખેડામાં 3, નવસારીમાં 2, પંચમહાલમાં 1, પાટણમાં 3, સુરતમાં 17, તાપીમાં 1, વડોદરામાં 17, વલસાડમાં 1, મહીસાગરમાં 6 અને છોટાઉદેપુરમાં 1 સાથે કુલ 333 કેસ થયા છે. આ પ્રકારે 333 નવા દર્દીઓ સાથે ગુજરાતમાં કોરોનાનો કુલ આંક 5054 પર પહોંચ્યો છે. જે પૈકી 36 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 3860 સ્ટેબલ છે. 896 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 262 લોકોનાં મોત નિપજ્યાં છે.

ગુજરાતમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 74116 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 5054 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે જ્યારે 69062 લોકો નેગેટિવ આવ્યા છે. કોરોના અંગેની વૈશ્વિક વાત કરીએ તો વિશ્વમાં કુલ 84711 નવા કેસ નોંધાયા છે, ભારતમાં 1971 નવા કેસ નોંધાયા અને ગુજરાતમાં 333 નવા કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વનાં કુલ 3175207 કુલ કેસ થયા છે. ભારતમાં 37336 કેસ અને ગુજરાતમાં 5054 કેસ નોંધાયા છે. આ પ્રકારે વિશ્વમાં નવા 6403 લોકોનાં મરણ થયા છે આ આંકડો ભારતમાં 66 અને ગુજરાતમાં 26 છે. આ પ્રકારે કોરોનાથી અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક વિશઅવમાં 2224172 પર પહોંચ્યો છે, ભારતમાં 1218 અને ગુજરાતમાં 262 લોકોનાં મોત નિપજ્યાં છે.