મોરબી દુર્ઘટનાને પગલે રાજ્યમાં ઠેર-ઠેર પ્રાર્થનાસભા યોજાઈ

અમદાવાદઃ રાજ્યમાં મોરબીનો ઝૂલતો પુલના દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે એક દિવસના શોકની જાહેરાત કરી છે. જેમાં રાજ્યમાં જાહેર કાર્યક્રમો કે મનોરંજનનના કોઈ કાર્યક્રમ યોજવામાં નહીં આવે. મોરબીની દુર્ઘટનાને પગલે રાજ્યમાં સરકારી ઓફિસોએ અડધી કાઢી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાજ્યનાં ચાર મોટાં શહેરોની મહાનગરપાલિકાઓ પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. 

આ ઉપરાંત ત્યારે સુરત અને રાજકોટમાં કોર્પોરેશન, કલેક્ટર, જિલ્લા પંચાયત સહિત દરેક સરકારી કચેરીમાં આજે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે તેમ જ મોરબી બાદ રાજકોટ બાર એસોસિયેશન દ્વારા પણ આરોપીઓ તરફફથી કેસ નહીં લડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

શહેરમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના ટાઉનહોલમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. AMC દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર, શહેરના મેયર કિરીટભાઈ પરમાર, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ સભાના અંતે બે મિનિટ મૌન પાળી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

રાજ્યમાં શોકના માહોલ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની કચેરીઓમાં અને બુધવારે રાજકોટ મહાનગરના વિવિધ વોર્ડમાં પ્રાર્થનાસભાઓ યોજવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સવારે 11થી 12માં દિવંગત આત્માને શાંતિ અને સદગતિ પ્રાપ્ત થાય એ માટે પ્રાર્થનાસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા કલેકટર કચેમાં સત્તાધીશો તેમ જ સરકારી અધિકારીઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.