વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ગુજરાતમાં રાહુલ ગાંધીનું સ્વાગત ઉગ્રે વિરોધ અને સુત્રોચારથી કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સંસદ સત્રની શરૂઆતમાં ભાષણ આપતી વખતે રાહુલ ગાંધીએ હિન્દુઓની લાગણી દુભાવતી ટીપ્પાણી કરી હતી, જે બાદ ગુજરાત સહિત દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કાર્યકરતા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થર મારો પણ થયો હતો. જે બાદ આજ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્ય હતા.
ગુજરાતની આ મુલકાત દરમિયાન તેઓ રાજ્યમાં થયેલી મોટી દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરવાના હતા. આ ઉપરાંત કાર્યલયથી સંબોધન પણ કરવાના હતા. જેને લઈને કોંગ્રેસના કાર્યાલય પર કાર્યકરો ઊમટ્યા છે. સુરક્ષાને લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમની શરૂઆતમાં VHPના કાર્યકરો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. જ્યાં VHPના કાર્યલય બહાર મોટી સંખ્યામાં VHPના કાર્યકરો દ્વારા નાર લગાવી રાહુલ ગાંધીનું પુતળાનું દહન પણ કર્યુ હતું. આંદોલન ઉગ્ર બનતા પોલસને કાર્યકરોની આયકાયત કરવાની ફરજ પડી હતી.
રાજ્યની મોટી દુર્ઘટનાના પિડીત પરિવારો સાથે વાતચીત પૂર્ણ કર્યુ હતું. ત્યારે બાદ સંબોધન વચ્ચે માઈકમાં ખામી સર્જાતા સંબોધન અટક્યું હતું. આ સાથે થોડા જ વધુ જન મેદી ઉમટતાની સાથે રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાને રાખી સંબોધન રદ કરવામાં આવ્યું હતું. જે બાદ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વિરોધોના વંટોળ વચ્ચે 10 વર્ષ બાદ અમદાવાદ સ્થિતી કોંગ્રેસનું કાર્યલય ધમધમતું થયું હતું.