લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તારીખ 12 થી 19 સુધી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંઘાવ તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ કેટલાક ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા છે.
ઉલ્લેખનીય છે કે ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના ઉમેદવારોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો. કોંગ્રેસના કેટલાક ઉમેદવારો સમર્થકોનું અભિવાદન જીલતા સમયે ભાવુંક થતા પણ નજરે પડ્યા.તો કેટલાક ઉમેદવારો પોતાના અનોખા અંદાજમાં ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.
લોકસભા ચૂંટણી 2024 ઘણી મહત્વની મનાય છે. ત્યારે ઉમેદવારીપત્ર ભરતા ઉમેદવારો ભાવુક થયા હતા. બનાસકાંઠા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર જાહેરસભામાં પોતાના અશ્રુ રોકી ન શકયા. તો બીજી બાજુ સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાએ રોડ-શો કરીની ઉમેદવારી પત્રક ભર્યુ. ફોર્મ ભરવા જતી વખતે વિશાળ સંખ્યામાં જનમેદની જોઈ ઉમેદવાર રડી પડ્યા હતા. સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો બહુ ઓછા સમયમાં વાયરલ થયો.
લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ઉમેદવારોએ નામાંકન ફોર્મ ભર્યા. કેટલાક ઉમેદવારોએ આગવી રીતે પ્રચાર કરી નામાંકન ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ત્યારે બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેશાઈએ ફોર્મ ભરતા પહેલા પોતાનો અનોખો અંદાજ બતાવી લોકોનું ધ્યાન આકર્ષતી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ મુંડન કરવાની લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.