ભાજપના ઉમેદવારોનો હુંકાર, રાજકોટથી રૂપાલાએ ભર્યુ ફોર્મ

દેશ સહિત રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં લોકસભાની 26 અને વિધાનસભાની પાંચ બેઠકની ચૂંટણી 7મી મેના રોજ યોજાવાની છે.  ત્યારે આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદાવારી ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે. જ્યારે તારીખ 15 એપ્રીલના ભાજપના કેટલાક ઉમેદવારોએ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે વિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યા હતા. તો તારીખ 16 એપ્રલીના પણ ભાજપના કેટલાક ઉમેદવારો સમર્થોકોની સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વિવાદો વચ્ચે ઘેરાયેલી અને જેના બેઠક પર ગુજરાતની જનતાની મીટ મંડાઈ છે, તેવી રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે જંગી જનમેદી સાથે રોડ શોનું આયોજન કરી ચૂંટણી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તે આ સાથે જ વડોદરા બેઠક પર હેમાંગ જોશી, સુરત બેઠક પર મુકેશ દલાલ, સાબરકાંઠા સોભનાબેન બારૈયા, આણંદ બેઠક પર મીતેશ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

ફોર્મ ભરતી વખતી ભાજપના ઉમેદવારોએ પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યુ સાથે મોટી સંખ્યામાં સમર્થો જોવા મળ્યા હતા. ત્યારે રાજકોટ બેઠકના ઉમેદવારના રોડ શો વખતે અબકી બાર મોદી સરકારના નારા પણ લાગ્યા હતા. તો આણંદ બેઠક પર મીતેશ પટેલનું સમર્થન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદમાં ભવ્ય સંકલ્પ રેલીનું  આયોજન પણ કર્યું હતું. નોંધનીય છે કે તમામ બેઠક પર ફરીથી જંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ અપાવતા તમામ ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા.