ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત પૂરી થાય તેટલી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની સેક્ટર -૩૦ની સરકારી પ્રાથમિક શાળાના વંચિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ઉદ્દગમના શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવને આવકાર્યા. કાર્યક્રમના મેહમાન પદે પધારેલ ગાંધીનગરના મેયર મીરાબેન યોગેશભાઈ પટેલે ઉદ્દગમના સેવાકાર્યોને બિરદાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિક્ષણને પાયાની જરૂરીયાત માનીને ખુબ કામ કરવામાં આવી રહ્યું છે, તેને ગાંધીનગર મહાનગર પાલિકા સંપૂર્ણ સહયોગ આપશે.
કાર્યક્રમના અતિથિ વિશેષ પદે ગાંધીનગર મહાનગર પાલિકાના પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, વોર્ડ નં. 5ના નગરસેવક પદમસિંહ ચૌહાણ, કૈલાસબેન સુતરીયા, ભાજપ વોર્ડ પ્રમુખ ધવલભાઈ શાહ, મહામંત્રી અરવિંદભાઈ પટેલ અને લાભુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મહાનુભાવોના હસ્તે શાળાના વંચિત બાળકોને અભ્યાસ માટે ફુલ સ્કેપ ચોપડા અને પેન્સિલ, રબર, ફુટપટ્ટીની કીટ વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉદ્દગમ ટ્રસ્ટમાં ઇન્ટર્નશિપ કરનાર વિધાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો અંત સંજયભાઈની વાર્તા રમૂજી વાર્તા સાથે કરવામાં આવ્યો હતો.