રાજ્યમાં હાલ બેવડિ ઋતુનો અહેસાર થઈ રહ્યો છે. એક બાજુ રાજ્યમાં ગરમીએ પોતાના રેકોર્ડ તોડ્યા છે. તો બીજી બાજું કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ નોંધાયો હતો. ત્યારે હવે આકાશ બાદ ધરતી પણ વેરી બની હોય તેવું લાગી રહ્યું છે. કચ્છના લખપતમાં આજે સવારે ભૂંકપના આંચકા આવ્યા હતા.
કચ્છના લખપત પાસે ભૂકંપનો આંચકો આવ્યો છે. જેમાં લખપતમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સવારે 10:36 વાગ્યે ભૂકંપ અનુભવાયો હતો. મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિન્દુ લખપતથી 60 કિમી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ મહિનાની શરૂઆતમાં રાપરથી 18 કિમિ દૂર ભચાઉ તાલુકાના કંથકોટ ગામ નજીકના ડુંગરાળ વિસ્તારમાં કેન્દ્રબિંદુ ધરાવતો 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી રીસર્ચ કચેરી ખાતે નોંધાયો હતો. જોકે આંચકાની ખાસ અસર વર્તાઈ ન હતી.
ઉલ્લેખનીય છે કે ગયા મહિનાથી આજ દિન સુધીની વાત કરીએ તો કચ્છના 5 ઝોનમાં ભૂંકપ અનુભવાયો છે. ગુજરાતનો કચ્છ એવો જિલ્લો છે જ્યાં અવર નવર ભૂંકપ અનુભવાતો હોય છે. સદભાગ્યે આફ્ટર શોકના કારણે જાનમાલની કોઇ નુકશાની પહોંચતી નથી. અગાઉ 2001માં આવેલા ભૂંકપ ભારે વિનાશ વેર્યો હતો. મોટા પાયે જાન અને માલની હાની પણ પહોંચી હતી. જે બાદ લોકમાનસમાં ભૂકંપનો ભય બની રહે છે.