કોરોનાએ ફરી માથું ઉચક્યું, ગુજરાતમાં 7, દેશમાં 257 કેસ નોંધાયા

ગુજરત સહિત દેશમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. દેશના વિવિધ ભાગોમાં કોરોનાના કેસમાં વધારો નોંધાય રહ્યો છે. આ વચ્ચે જો ગુજરાતની વાત કરવામાં આવે તો, રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં 7 એક્ટિવ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે.

બીજી બાજુ ભારતમાં સૌથી એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં કેરળ 95 કેસ સાથે મોખરે છે. જ્યારે તમિલનાડુમાં 66 કોરોના કેસ નોંધાય છે. આ સાથે તમિલનાડુ બીજા સ્થાન પર આવે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 56 કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 13 કેસ નોંધાયા છે. પુડુચેરીમાં 10 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં 7 કેસ નોંધાયા છે. આ સાથે સમગ્ર દેશમાં 257 એક્ટિવ કેસ નોંધાયા છે. છેલ્લાં એક સપ્તાહમાં ગુજરાતમાંથી 1 દર્દી કોરોનાથી સાજો થયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020થી અત્યાર સુધી ગુજરાતમાં કોવિડના 12 લાખથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. કુલ 11101 વ્યક્તિએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.