કોંગ્રેસની કાયાપલટઃ મહાનગરોમાં બે પ્રમુખ નીમશે

અમદવાદ- ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રમુખ અને નવા પ્રભારી આવ્યાં પછીનો જીપીસીસીનો ધમધમાટ કંઇક નોખો જોવા મળી રહ્યો છે. આ બંને પદાધિકારીઓની નિમણૂક બાદની આજે યોજાયેલી ચિંતન શિબિરમાં પક્ષની ગતિવિધિઓમાં નિર્ણયાત્મક અવાજ ગૂંજી રહ્યો છે.પ્રદેશ કાર્યાલયે યોજાયેલી આ બેઠકમાં પક્ષપ્રમુખ અમિત ચાવડાએ આગામી રણનીતિની વાત કરતાં સંગઠનાત્મક ફેરફાર જાહેર કર્યાં હતાં. ખાસ કરીને ગુજરાતના ચાર મોટા મહાનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સૂરતમાં બે ઝોન પાડીને બંનેમાં અલગ અલગ શહેર પ્રમુખ નીમવાની વાત મુખ્ય રહી હતી. તેમજ લોકસભા 2019ની ચૂંટણીમાં શહેરોના મતદારોને રીઝવવા અને બુથ મેનેજમેન્ટ સરળતાથી થઈ શકે તે માટે કોંગ્રેસે હવે ગુજરાતના શહેરો તરફ ધ્યાન કેન્દ્રીય કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]