રુપિયા 1180 કરોડ સીધાં જમા કરવામાં આવ્યાં

ગાંધીનગર– ડિજિટલ ઇન્ડિયા મિશન અને કેશલેસ ઇન્ડિયાને વેગ આપવા સરકાર સહાય યોજનાના લાભાર્થીઓની રકમ ખાતાંમાં જમા કરાવે છે. જેમાં બહાર આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના 65 લાખ 77 હજાર વિદ્યાર્થીઓને મળવાપાત્ર વિવિધ સહાયની કુલ 1180 કરોડની સહાય ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફરથી બેન્ક ખાતામાં જમા કરાવામાં આવી છે.આદિજાતિ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાયઅધિકારીતા વિભાગની ૬૦ જેટલી યોજનાઓ અન્વયે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, યુનિફોર્મ સહાય તથા અન્ય પોસ્ટ મેટ્રિક તેમજ પ્રીમેટ્રિક શિષ્યવૃતિ સહાય સંપૂર્ણપણે કેશલેસ મોડમાં એકાઉન્ટમાં સીધી જ જમા કરાવવામાં આવી છે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા બનાવાયેલા ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઇન મોડમાં ૧૦૦ ઉપરાંતની સેવાઓ લાભાર્થીઓ મેળવી શકે છે. આ પોર્ટલ ઉપર જ આદિજાતિ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિકના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે યોજનાકીય લાભો ઓન લાઇન મેળવી શકે તે માટેની સેવાઓ ઉપલબ્ધ કરાવાઇ છે.

પ્રીમેટ્રિકના વિદ્યાર્થીઓ માટે સર્વ શિક્ષા અભિયાનના ડેટા સાથે ઇન્ટીગ્રેટ કરી શાળા કક્ષાએ આચાર્ય મારફતે ડેટા એન્ટ્રી કરાવી, તમામ બેન્કો મારફતે વિદ્યાર્થીઓના બેન્ક ખાતાઓની ખાતરી કરાવી પ્રી મેટ્રિકની ર૬ યોજનાઓની પ૮.૯પ લાખ વિદ્યાર્થીઓને રૂ.પ૮ર કરોડની રકમ સીધે સીધી વિદ્યાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે.

પોસ્ટ મેટ્રીકની કુલ ૩૪ યોજનાઓના કુલ ૬,૮ર,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને રૂ. પ૯૭ કરોડની સ્કોલરશીપ અને ફ્રીશીપની રકમ સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરાવાયાં છે.

સમગ્ર દેશમાં સંપૂર્ણપણે પેપરલેસ મોડમાં ૬પ.૭૭ લાખ લાભાર્થીઓના તમામ ખાતાઓની ચકાસણી કરીને રૂ.૧૧૮૦ કરોડ જેવી રકમ પારદર્શિતા સાથે અને આઇટીનો રાજ્યવ્યાપી ઉપયોગ કરીને Direct Benefit Transfer કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]