ગુજરાતમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ, 31મી સુધી 10 ડિગ્રી તાપમાનની શક્યતા

અમદાવાદ- ઉત્તરભારતના હિમાચલ અને જમ્મુકશ્મીરમાં બરફવર્ષા બાદ ઉત્તર પશ્ચિમી પવનોને લઇને અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીનો તીવ્ર અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદમાં આજે સવારે ઠંડીને લઇને 10.7 ડિગ્રી સેલ્સિઅસ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં શરુ થયેલાં ઠંડીના આ છેલ્લા રાઉન્ડમાં  બે દિવસથી 10 ડિગ્રીની આસપાસ તાપમાન જળવાઇ રહ્યું છે અને લગભગ 31 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર વર્તાઇ રહેવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું. ઠંડી વધતાં લોકો તાપણાં કરતાં જોવા મળ્યાં હતાં.

શિયાળામાં ગાત્રો થિજાવતી ઠંડીથી આ વર્ષે ગુજરાતવાસીઓ લગભગ વંચિત રહ્યાં ચે પરંતુ વાતાવરણમાં ઠંડકનો અનુભવ હાલ થઇ રહ્યો છે. જોકે શહેરી વિસ્તારોમાં પ્રદૂષણના કારણે પણ ગરમીનો અનુભવ થાય છે. અમદાવાદમાં આજે 10.7 ડિગ્રી ઠંડી નોંધાઇ પરંતુ તે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું.  જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી જેટલું જોવા મળી રહ્યું છે.

જોકે છેલ્લાં 24 કલાકમાં રાજ્યનું સૌથી ઠંડુ શહેર 9 ડિગ્રી સાથે ગાંધીનગર રહ્યું હતું. વડોદરામાં 12.1,  સૂરતમાં 12.8, રાજકોટમાં 11.8 અને ભૂજમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]