અમદાવાદ જિલ્લા કલેક્ટરને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર અવંતિકાસિંઘને સામાન્ય ચૂંટણી ૨૦૧૭ માટે રાષ્ટ્રીય અને રાજયકક્ષાની કેટેગરી માટે શ્રેષ્ઠ વ્યવસ્થાપનનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ગત ૨૫મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે નવી દિલ્હી ખાતે ચૂંટણી પંચ આયોજિત કાર્યક્રમમાં અવંતિકાસિંઘે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ ગૌરવપૂર્ણ એવોર્ડ કાયદો અને ન્યાય વિભાગના કેન્દ્રીયપ્રધાન રવિશંકર પ્રસાદ અને મુખ્ય ચૂંટણી કમિશનર ઓમપ્રકાશ રાવતની ખાસ ઉપસ્થિતમાં  આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ મતદારો અને વિધાનસભાની સૌથી વધુ બેઠકો ધરાવતા અમદાવાદ જિલ્લામાં સમયસર, શાંતિપૂર્ણ મતદાનની સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી સહિત મતદાતાઓની જરરી મતદાનની સુવિધાઓનું આયોજન અને અમલ કરાવવાની જિલ્લા મુખ્ય ચુંટણી અધિકારી તરીકેની જવાબદારીઅવંતિકાસિંઘે ખૂબ સુંદર રીતે નિભાવી છે, જેને ધ્યાનમાં રાખીને તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]