વડોદરાઃ રાજ્યના મુખ્ય મંત્રીની ઓફિસ (CMO)ના એખ અધિકારી અને ગિફ્ટ સિટીનો અધ્યક્ષ બતાવીને એક મોડલને નોકરી આપવાનું વચન આપીને એના પર બળાત્કાર કરવાના આરોપમાં એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે, એમ એધિકારીએ જણાવ્યું હતું.
મુંબઇની મોડેલે એવો આક્ષેપ કર્યો હતો કે એક કો-ઓર્ડિનેટર મારફતે મારી પ્રોફાઇલ મગાવવામાં આવી હતી અને વિરાજ પટેલે મને એવું કહ્યું હતું કે ગુજરાતની ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સિલેક્શન થઈ ગયું છે અને તમારી ફાઇલ દિલ્હીથી સહી થઈને આવી ગઈ છે. ૨૪થી ૨૭ એપ્રિલ સુધી દુબઇમાં ગિફ્ટ સિટીનું શૂટિંગ હોવાથી તેના માટે પ્રાઇવેટ જેટમાં માલદીવ જવાનું છે. તેવું કહીને તે મને ગોવા લઈ ગયો હતો. ત્યાં કલંગુટ લી સિઝન્સ રિસોર્ટમાં લઈ ગયો હતો.અને ૧૯ સુધી તેણે મને લગ્નની લાલચ આપી મારા છોકરાને સ્વીકારવાનું જણાવી તેમ જ ફ્લેટ અપાવવાની લાલચ આપી મારી સાથે મરજી વિરૃદ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
તેણે મારા આઇસીઆઇસીઆઇ બેન્કના બે અને એચ.ડી.એફ.સી.બેન્કનું એક એટીએમ કાર્ડના પાસવર્ડ જાણી લઇ રૂ. ૨.૬૦ લાખ ઉપાડી લીધા હતા તેમ જ ઇન્ડસઇન્ડ બેન્કનું એટીએમ ચોરી રૂ. ૯૦,000 ઉપાડી લીધા હતા. ત્યાર બાદ ચાર દિવસ મુંબઇમાં મારા ઘરે પણ તેણે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને વડોદરાની હોટલમાં પણ મારું શારીરિક શોષણ કર્યુ હતું.
આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે સિવિલ એન્જિનિયર છે.અને શાહ ગ્રુપ કંપનીમાં નોકરી કરે છે. તે કંપનીનું કામ ગિફ્ટ સિટીમાં ચાલી રહ્યું છે, પરંતુ પોલીસે તપાસ કરતા શાહ ગ્રુપ કંપનીમાં તે નોકરી કરતો નથી અને ગિફ્ટ સિટીમાં પણ આવી કોઈ કંપનીનું કામ ચાલી રહ્યું નથી. વિરાજ પટેલે પોલીસને કહ્યું હતું કે મેં એમ.એસ. યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યુ છે, પરંતુ પોલીસને આ ઠગની કોઈ વાત પર ભરોસો નથી. તે જેટલી પણ માહિતી આપી રહ્યો છે, તેનું ક્રોસ વેરિફિકેશન પોલીસ કરી રહી છે.