અમદાવાદ– પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે તાજેતરમાં ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેમને મળીને નર્મદા માટે કોઇ રજૂઆત કરી જ નથી. તેમના આ આક્ષેપને હડહડતું જૂઠાણું સાબિત કરવા તત્કાલીન સીએમ મોદીએ લખેલાં પત્રો સાથે અને તેઓ ક્યારે રુબરુમાં મળીને પીએમ મનમોહનસિંહને નર્મદા યોજના માટે વાત કરી હતી તેના પુરાવા રજૂ કરતાં મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આક્રમક વલણ દર્શાવ્યું હતું.ગુજરાત માટે નર્મદા યોજના જીવાદોરી છે અને ભાવનાત્મક મૂલ્યધરાવે છે ત્યારે ચૂંટણી પ્રચારમાં કોઇને કોઇ રીતે રાજકીય પક્ષો આ મુદ્દો જાહેર જનતા સમક્ષ લાવતાં હોય છે ત્યારે ગુજરાતની જનતા નર્મદા મુદ્દે થઇ રહેલી રાજનીતિમાંથી સત્ય-અસત્ય તારવી પોતાનો જવાબ મતદાનમાં આપશે તેવો આશાવાદ પણ રુપાણીએ વ્યક્ત કર્યો હતો.
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]