ગાંધીનગરમાં ‘કેશલેસ ટાઉનશિપ’ લોન્ચ

ગાંધીનગર– જીએનએફસી દ્વારા નિર્મિત ‘કેશલેસ ટાઉનશિપ’ www.cashlessinitiatives.com વેબસાઇટનું આજે બુધવારે ગાંધીનગરમાં મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહે લોન્ચિંગ કર્યું હતું. જેના દ્વારા દરરોજ ૧૮૦૦થી વધુ ઇ-ટ્રાન્ઝેકશન થશે.આ વેબસાઇટનો શુભારંભ થયા બાદ વેબ સાઇટ અંગે વિગતો આપતાં જી.એન.એફ.સી.ના મેનેજીંગ ડિરેકટર રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કેશલેસ ટાઉનશીપના નિર્માણ માટે જીએનએફસી દ્વારા છેલ્લા એક વર્ષથી પ્રયત્નો થઇ રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપ આ સફળતા મળી છે. ડીજીટલ ટ્રાન્ઝેકશન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આહવાન કર્યું હતું, જેને ગુજરાતે હર્ષભેર સ્વીકારીને નાગપુર ખાતે ૮૧ ટાઉનશીપમાં ઇ-ટ્રાન્ઝેકશનની સુવિધાઓ લોન્ચ કરી હતી. જેમાં જીએનએફસી ટાઉનશીપ દેશની પ્રથમ ટાઉનશીપ ઇ-ટ્રાન્ઝેકશન ક્ષેત્રે બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીએનએફસીના આ કેશલેસ ટાઉનશીપ મોડલને ૨૦ રાજ્યો અને દેશભરની ૧૦૦થી વધુ ટાઉનશીપ દ્વારા સ્વીકારવામાં આવી છે. નીતિ આયોગે જુદા જુદા ૮૧ મંત્રાલયો અને ૩૦૦ જેટલા જાહેર સાહસોને જીએનએફસીના આ મોડલને સ્વીકારવા અનુરોધ કર્યો છે. કેશલેસ ટાઉનશીપની આ વ્યવસ્થા કાયમી ધોરણે સતત ઉપલબ્ધ રહે એ માટે આ વેબસાઇટ લોન્ચ કરાઇ છે. આ વેળાએ જીએનએફસીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]