કોટક પરિવારની ત્રીજી પેઢી રાજકોટમાં ‘ચિત્રલેખા વજુ કોટક સ્મૃતિ ઉદ્યાન’ની ફરી મુલાકાતે…

મનન મૌલિક કોટક તથા ‘ચિત્રલેખા’ના જાહેરખબર વિભાગના સભ્યો – સુભાષ લાખાણી, ઉત્પલ દોશી

રાજકોટ – દેશવિદેશમાં વસતા ગુજરાતી સમાજના સૌથી લોકપ્રિય સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સંસ્થાપક-તંત્રી વજુ કોટકના પૌત્ર મનન મૌલિક કોટકે હાલમાં જ રાજકોટમાં ‘ચિત્રલેખા વજુ કોટક સ્મૃતિ ઉદ્યાન’ની ફરી મુલાકાત લીધી હતી અને પોતાના દાદા વજુભાઈની સ્મૃતિમાં બનાવવામાં આવેલા અને 2016માં જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવેલા ઉદ્યાનની સારસંભાળનું નિરીક્ષણ કર્યું હતું. એમની સાથે ‘ચિત્રલેખા’ના જાહેરખબર વિભાગના સભ્યો પણ હતા.

2015માં વજુ કોટકની જન્મશતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી. એ નિમિત્તે રાજકોટના આજીડેમ પરિસરમાં 11 સપ્ટેંબર, 2016ના રોજ 100 જેટલા વૃક્ષોનાં ‘ચિત્રલેખા વજુ કોટક સ્મૃતિ ઉદ્યાન’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજકોટની જનતાને ‘ચિત્રલેખા વજુ કોટક સ્મૃતિ ઉદ્યાન’ લોકાર્પણ પ્રસંગે રાજકોટના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત તથા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્યાનનાં લોકાર્પણ પ્રસંગે ‘ચિત્રલેખા’ના સહસંસ્થાપક મધુરીબહેન કોટક, ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી તથા ‘ચિત્રલેખા’ના પરિવારના અન્ય સભ્યો – જ્વલંત છાયા, સુભાષ લાખાણી ઉત્પલ દોશી, જિતુ રાદડિયા વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજકોટનિવાસીઓ તથા રાજકોટ શહેરની મુલાકાત લેતા પર્યટકોએ લીલોતરીથી ભરપૂર એવા આ ‘ચિત્રલેખા વજુ કોટક સ્મૃતિ ઉદ્યાન’ની મુલાકાત લેવા જેવી છે.

મનન કોટક

મનન કોટક, ઉત્પલ દોશી, સુભાષ લાખાણી

(વર્ષ ૨૦૧૬ના ‘સ્મૃતિ ઉદ્યાન’ લોકાર્પણ પ્રસંગની તસવીરો નીચે મુજબ છે)