પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠર નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્ર બજેટ રજૂ કર્યું છે. ઘણા ખરા ક્ષેત્રે આ બજેટમાં રાહત આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ બજેટ નિર્મલા સીતારમણે આજે આઠમુ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ખાનગી ક્ષેત્રના રોકાણને પ્રોત્સાહન આપવું આ ઉપરાંત ઘરેલૂ ખર્ચમાં વૃદ્ધિ ભારતના ઉભરતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.
આ બજેટમાં ગુજરાતના ખેડૂતો, માછીમારે અને MSME ઉદ્યોગોને માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે 7.7 કરોડ ખેડૂતો, માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ધિરાણ આપવાની જાહેત કરી છે. જેની મર્યાદા 3 લાખ સુધીની હશે. ગુજરાત દેશમાં સૌથી વધુ દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. આ ઉપરાંત ગુજરાત ખેતી પ્રધાન રાજ્યમાનું એક જ્યાં ધઉં, ચોખો, મગફળી, જીરૂ જેવા સિઝનલ પાકનું લરણી કરવામાં આવે છે. આ જાહેરાતથી જમીન, દરિયાના ખેડૂતોના લાભ મળશે. જેથી ખેડૂતોને 3 લાખ સુધીના ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.
કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર વિશેષ આર્થિક ક્ષેત્રો અને ઉચ્ચ સમુદ્રોમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રની ઉત્પાદકતા જાળવવા માટે સક્ષમ માળખું લાવશે. તેમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમને આગળ લઈ જવા માટે ઉત્પાદન મિશન નીતિ સમર્થન અને વિગતવાર માળખા દ્વારા નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેવાશે.
ગુજરાત ઉદ્યોગ પ્રધાન રાજ્યમાં છે, જ્યાં નાની માંડિ મોટા વેપાર જોવા મળે છે. આ ઉદ્યોગને પ્રોત્સાહન આપતા નાણામંત્રીએ બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે MSME ક્રેડિટ ગેરંટી કવર રૂ. 5 કરોડથી વધારીને રૂ. 10 કરોડ કરવામાં આવશે, જે આગામી પાંચ વર્ષમાં રૂ. 1.5 લાખ કરોડની વધારાની ક્રેડિટ પ્રદાન કરશે. નાણામંત્રીએ કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવશે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 7.07 ખેડૂતોને લોનની સુવિધા આપવામાં આવી છે. તેમણે કહ્યું, ‘અમારી નિકાસના 45% માટે MSME જવાબદાર છે. આપણે MSMEs માટે ક્રેડિટ એક્સેસ વધારવાની જરૂર છે. માઈક્રો એન્ટરપ્રાઈઝ માટે કસ્ટમાઈઝ્ડ ક્રેડિટ કાર્ડની મર્યાદા 5 લાખ રૂપિયા હશે. નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ અને પહેલા વર્ષે 10 લાખ ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે.