ગુજરાત ATSને મોટી સફળ મળી છે. ગુજરાત ATSએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISIS (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા)ના ચાર આતંકવાદીની ધરપકડ કરી છે.
આતંકવાદીઓ મળતાની સાથે જ પોલીસના એકશનમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ચાર આતંકવાદી મૂળ શ્રીલંકાના નાગરિક છે. અને ISIS માટે સંગઠન માટે પાછલા ઘણ સમયથી કાર્ય કરે છે. સેન્ટ્રલ એજન્સીની બાતમીના આધારે ચારે આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે આરોપીઓની અન્ય કોઈ રાજ્ય સાથે કનેક્શન છે કે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.તો બીજી તરફ આજે અમદાવાદમાં IPLની ત્રણ ટીમ પહોંચવાની છે. મંગળવારે ક્વોલિફાયર-1 અને બુધવારે એલિમિનેટર મેચ રમાવવાની હોવાથી આ ટીમો આજે અમદાવાદ ખાતે પહોંચવાની છે. જેમાંથી RCBની ટીમ બપોરે 12:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી હતી, તેવામાં એરપોર્ટ પરથી આતંકી ઝડપાતા હાઇ એલર્ટ જેવી સ્થિતિ ઊભી થઈ છે.
નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગ્લિંગ અને ધમકી મળવા જેવા બનાવ બની રહ્યા છે. ત્યારે ગુજરાત ATS એક સેન્ટ્રલ એજન્સીએ ઈનપુર શેર કર્યા હતા. જે બાદ ATSએ એરપોર્ટ પર કાર્યવાહી હાથ ધરી હતી. તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં કુલ ચાર શખ્સોનું નામ સામે આવ્યું હતું. જે બાદ અમદાવાદ એરપોર્ટ શા માટે આવ્યો? ગુજરાત તેમજ ભારતમાં કોઈ મોમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત એટીએસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
બોમ્બ હોવાની મળી હતી ધાક
આ અગાઉ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન એક દિવસ પહેલા 6 મેના રોજ રાજ્યની 36 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ તપાસના ધમધમાટ શરૂ થયા હતા. તો થોડો દિવસો પહેલા અમદાવાદ એરપોર્ટમાં બોમ્બ હોવાનો પણ ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. જે બાદ એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યારે દિલ્હીથી વડોદરા આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ બોમ્બની ધાક મળી હતી. જ્યારે બોમ્બથી ઉઠાવવાની ધમકીનો સિલસિલો દિલ્હીની શાળાઓથી શરૂ થયો હતો. દિલ્હીમાં 100 જેટલી શાળાને બોમ્બથી ઉઠાવી દેવાના મેઈલ મળ્યા હતા.