મોબાઈલ ટેસ્ટિંગ વાન સાથે અમદાવાદ સજ્જ

અમદાવાદ: શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોઝિટિવ કેસોના વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 મોબાઈલ ટેસ્ટિંગ વાન શરૂ કરવામાં આવી છે.  શહેરના 7 ઝોનમાં 7 વાંન ફરશે અને તમામ શંકાસ્પદ લોકોની ચકાસણી કરશે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજથી 7 ઝોનમાં આ મોબાઈલ ટેસ્ટિંગવાન શરૂ કરવામાં આવી છે. તમામ કલસ્ટર ઝોનમાં તેમજ જે વિસ્તારમાં પોઝિટિવ કેસ છે ત્યાંના લોકોના ટેમ્પરેચરની ચકાસણી થર્મલ ગન દ્વારા કરવામાં આવશે.

જે પણ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણ દેખાશે તેનો સ્થળ પર જ વાનમાં ટેસ્ટ કરવામાં આવશે. મેડિકલવાનમાં એક નિષ્ણાંત ડોકટર, પેરામેડીકલ સ્ટાફ સહિત 6 લોકોની ટીમ હશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)