અમદાવાદ : વિસર્જન કુંડની સાથે વરસાદે પણ તાજિયા ઠંડા કર્યા…

0
1903

અમદાવાદઃ અમદાવાદમાં નીકળેલા મહોર્રમના જુલૂસ બાદ તાજિયાને ઠંડા કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પર જુદા જુદા કિનારે કુંડ તૈયાર કરવામાં આવ્યાં હતાં. જો કે શહેરમાં મંગળવારની વહેલી સવારથી જ પડતા વરસાદના કારણે કુંડમાં ડૂબાડ્યાં પહેલાં જ તાજિયા ઠંડા થયાં હતાં.ઇસ્લામ ધર્મના પયગમ્બર હજરત મહંમદના દોહિત્ર હજરત ઇમામ હુસેન  તેમ જ એમના 72 સાથીઓએ માનવતાના

મૂલ્યોને બચાવવા વહોરેલી શહાદતને યાદ કરી મહોર્રમના દિવસે આશૂરા મનાવાય છે. માતમ પણ મનાવાય છે,  તેમ જ તાજિયાનું જુલૂસ કાઢવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં અંદાજે  93 તાજિયા, 25 અખાડા, 78 ઢોલ ત્રાંસા પાર્ટી સાથે બપોરની વેળાએ જુદા જુદા

વિસ્તારોમાંથી જુલૂસ કાઢવામાં આવ્યુ હતું. જમાલપુર, ખમાસા, ભદ્ર, જૂહાપુરા જેવા વિસ્તારોમાં થઇ જુલૂસ રિવરફ્રન્ટ

પહોંચ્યું હતું જ્યાં બનાવાયેલા જુદા જુદા કુંડમાં તાજિયા ઠંડા કરવામાં આવ્યાં હતાં.

(અહેવાલ-તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)