રાનૂ મંડલના પહેલા ગીતનું ટીઝરઃ રિલીઝ થતાંની સાથે જ થયું ટ્રેન્ડ

મુંબઈઃ પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવતા રાનૂ મંડલની સફળતા આજકાલ આકાશને આંબી રહી છે. રાનૂ મંડલના એક વિડીયોએ તેમને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા. રાનૂના ગીત સાંભળીને બોલીવુડ એક્ટર અને સિંગર હિમેશ રેશમિયા એટલા પ્રભાવિત થયા કે, તેમણે રાનૂને પોતાની આગામી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ માટે ગીત ગાવાની ઓફર કરી.

રાતોરાત ચમકી ગયેલાં રાનૂ મંડલ આજે તો સફળતાની સીડીઓ ચડી રહ્યાં છે. રાનૂ મંડલે હિમેશ સાથે બોલિવુડમાં પોતાના પ્રથમ ગીતનું રેકોર્ડિંગ પણ કર્યું હતું. આ રેકોર્ડિંગ દરમ્યાનનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

એવામાં હવે રાનૂ મંડલ અને હિમેશ રેશમિયાના ગીત ‘તેરી મેરી કહાની’નું ટીઝર રિલીઝ થયું છે. ગીતનું ટીઝર રિલીઝ થતાંની સાથે જ એ યુટ્યુબ પર ટ્રેન્ડિંગ કરી રહ્યું છે. તેમના ફેન્સને આ ગીત ખુબજ પસંદ આવી રહ્યું છે. આ ગીતમાં હિમેશ રેશમિયા પણ રાનૂ મંડલની સાથે જોવા મળી રહ્યા છે.

પોતાની ગાયકીથી રાતોરાત ફેમસ થયેલા રાનૂ મંડલના પહેલા ગીતની લોકો ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. આખરે હવે તેમના ચાહકોનો ઈન્તજાર પૂરો થશે.

ઉલ્લેખનીય છે કે, તેરી મેરી કહાની ગીત આવતી કાલે એટલે કે, 11 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. રાનૂ મંડલ અત્યાર સુધીમાં હિમેશ રેશમિયા સાથે ત્રણ ગીત રેકોર્ડ કરી ચૂક્યા છે, જેમાં ‘તેરી મેરી કહાની’, ‘આદત’ અને ‘આશિકી મે તેરી’ નો સમાવેશ થાય છે. રાનૂ મંડલના અવાજને લીધે તેના ફેન ફોલોઅર્સ દિવસેને દિવસે વધી રહ્યા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]