અમદાવાદ ઈન્દોર હાઈવે કઠલાલ પાસે અકસ્માત, 14 લોકોના મોત

અમદાવાદ- મધ્યપ્રદેશથી ગુજરાતમાં રોજગારી કરવા આવીને પરત ફરતાં લોકોની જીપને કઠલાલના બાજકપુરા ગામ પાસે ગંભીર અકસ્માત નડ્યો હતો.વહેલી સવારે અંધારામાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ઊભેલા ટ્રક પાછળ આ કાર ઘુસી ગઈ હતી. જીપ ઘૂસતાથી હાઈવે લોકોની ચીચીયારીના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં 14 લોકોનાં મોત નિપજ્યા હતા અને 5 લોકોને ગંભીર ઈજા થઈ હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી.


પોતાના વતન મધ્યપ્રદેશથી મજૂરી કરવા 18થી વધુ લોકો આવ્યા હતા અને તેઓ અલીરાજપુર જઈ રહ્યા હતા. આજે વહેલી સવારે આ લોકો ગાડીમાં બેસીને નીકળ્યા હતા અને ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા હાઈવે પર ઉભેલી ટ્રકમાં ગાડી ઘુસી ગઈ હતી. ટ્રક બગડેલી હોવાથી બેરિકેટ મૂકી દીધા હતા. પરંતુ જીપ ચાલકની સમજવામાં થાપ ખાવાથી અકસ્માત થયો હતો. અકસ્માતથી ઈજાગ્રસ્તના આક્રંદ અને ચીચીયારીઓએ હાઈવે થંભી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કુલ 14 જેટલા લોકોના મૃત્યુ થયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]