ગાંધીનગરમાં યોજાયો ‘મિશન લાઈફ’ પર અનોખો ફેશન શો

NIFT ગાંધીનગર દ્વારા G20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઓની મીટિંગ અને સમિટના ભાગરૂપે ‘મિશન લાઇફ’ના વિઝનને ધ્યાનમાં રાખીને જાણીતા ડિઝાઇનર્સ સાથે એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજધાની ગાંધીનગરમાં આયોજિત, ઐતિહાસિક ઇવેન્ટમાં G20 સમિટમાં ભાગ લેનારા વિશ્વના નેતાઓને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને વાઇબ્રન્ટ ફેશન ઉદ્યોગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મિશન લાઈફ’ના વિઝનને સાકાર કરવાનો હતો. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગને માણ્યો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં ટોચના G20 બેન્કિંગ અધિકારીઓની હાજરી પણ જોવા મળી હતી. NIFT ના ડાયરેક્ટર જનરલ રોહિત કંસલે પણ સાંસ્કૃતિક ફેશન શોમાં ભાગ લીધો હતો.

‘મિશન લાઇફ’ના વડાપ્રધાનના વિઝનને NIFT ગાંધીનગર દ્વારા મંત્રમુગ્ધ કરી દેનારા ફેશન શોમાં વણી લેવામાં આવ્યું હતો. પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને નભના મહત્વને દર્શાવતા ભારતીય કલા સ્વરૂપો આંતરરાષ્ટ્રીય મહેમાનો સમક્ષ વિદ્યાર્થીઓ દ્વારા દેશના જાણીતા ડિઝાઇનર્સ રિતુ બેરી, અંજુ મોદી અને પાયલ જૈન સાથે પાંચ અલગ-અલગ સિક્વન્સમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. મેગા શો દરમિયાન ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નિર્મલા સીતારામન સાથે ડિઝાઇનર્સ રિતુ બેરી, અંજુ મોદી અને પાયલ જૈને રેમ્પ વોક કર્યું હતું.

શું છે ‘મિશન લાઈફ’

‘મિશન લાઇફ’, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 26મી યુનાઇટેડ નેશન્સ ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સમાં શરૂ કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ પ્રાચીન ભારતીય ગ્રંથો અને પરંપરાઓનો ઉપયોગ વ્યક્તિગત અને સમુદાય સ્તરે હકારાત્મક વર્તન પરિવર્તનને પ્રેરણા આપવાનો છે.

શો આ પાંચ તત્વો પર કેન્દ્રિત

પ્રો. ડૉ. સમીર સૂદે, ડાયરેક્ટર, NIFT ગાંધીનગર કહે છે કે, “આ ઇવેન્ટ ભારતની પરંપરાગત હસ્તકલાને પ્રદર્શિત કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી, જે તમામ જીવંત અને નિર્જીવ પ્રાણીઓની એકતા અને પરસ્પર નિર્ભરતાનું પ્રતીક છે. આ શોકેસ પાંચ તત્વો – પવન, અગ્નિ, પૃથ્વી, પાણી અને આકાશ – માટેના આદરનું ઉદાહરણ આપે છે જે પ્રાચીન ભારતીય ગ્રંથોમાં જોવા મળે છે.

ઋગ્વેદનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવવાનો હેતુ

ઋગ્વેદ, પ્રારંભિક વૈદિક યુગ દરમિયાન રચાયેલો સૌથી જૂનો ધાર્મિક ગ્રંથ, પાંચ તત્વો-પૃથ્વી, પવન, પાણી, અગ્નિ અને અવકાશ-ના મહત્વ પર પ્રકાશ પાડે છે અને તેમના ઉપયોગની હિમાયત કરે છે. ‘મિશન લાઇફ’નો હેતુ આ પ્રાચીન પરંપરાનો લાભ લેવા અને સમગ્ર વિશ્વમાં તેનો સંદેશ ફેલાવવાનો છે.

ભારત તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસા માટે જાણીતું છે, જેમાં લગભગ 7 મિલિયન કારીગરો 3000 થી વધુ હસ્તકલાની પ્રેક્ટિસ કરે છે. પ્રોફેસર ડૉ. સમીર સૂદે, ડાયરેક્ટર, NIFT ગાંધીનગરે પાંચ સિક્વન્સ વિશે વિગતવાર સમજાવ્યું.