બાળકોના મરણ મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલને ક્લીનચીટ

અમદાવાદ– અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગણતરીના કલાકોમાં સંખ્યાબંધ બાળકોના મોતનો મામલો ભારે વિવાદમાં છે. આ મુદ્દે રચાયેલી ડોક્ટર આર કે દીક્ષિતની તપાસ કમિટીએ સરકારના આરોગ્ય કમિશનર જયંતી રવિને પોતાનો અહેવાલ સોંપ્યો હતો.જેમાં તપાસ 4 દિવસમાં 21 બાળકોના મોત થયાંના અહેવાલો આવ્યાં હતાં. 3 સભ્યોની ટીમની રચના કરાઈ હતી, જેનો પ્રાથમિક રીપોર્ટ બહાર આવ્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલને ક્લીનચીટ આપી દેવામાં આવી છે.જે રીપોર્ટ અનુસાર જણાવ્યું છે કે 28 ઓકટોબર, 2017ના રોજ કુલ 9 બાળકોના મરણ થયેલા છે. જેમાં 3 અન્ય સિવિલ હોસ્પિટલો અને 2 ખાનગી હોસ્પિટલોમાંથી કુલ 5 કેસ રીફર થયેલા હતા. 9 બાળકોના મરણ પૈકી 4 દર્દીઓ પ્રિ-મેચ્યોર-અઘુરા માસે જન્મેલા બાળક હતા. બધા જ બાળક દર્દીઓને યોગ્ય નિદાન અપાયેલ છે. યોગ્ય રીતે તાત્કાલીક સારવાર સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ અપાયેલ છે. બધા બાળકોને વેન્ટિલેટરની જરૂરિયાત અનુસાર અપાયું છે. તેમજ જરૂરિયાત અનુસાર Surfactant Therapy  અપાયેલ છે.

તેમજ પ્રાથમિક રીપોર્ટમાં જણાવ્યા અનુસાર 4 બાળકોના મરણ Birth Asphyxia, 3 બાળકોના મરણ Hyaline membrane Disease(HMD) અને બે કેસમાં Septicaemiaની ક્લીનિકલ હિસ્ટ્રી હતી.

સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુનો મૃત્યુદર રાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ સાથે સરખાવતાં સિવિલ હોસ્પિટલનો મૃત્યુદર નીચો છે. સિવિલ હોસ્પિટલએ 100 પથારીની સગવડતા ધરાવતું નીઓનેટલ આઈસીયુ ધરાવે છે, અને આધુનિક સગવડો ધરાવે છે.

તેમ જ તપાસ સમિતિએ જે તારણો રજૂ કર્યા છે તેમાં નવજાત શિશુના મરણ ગંભીર બિમારી(ક્રીટીકલ ઈલનેસ) ઓછા વજનને કારણે તેમજ પ્રિમેચ્યોરીટીના કોમ્પલીકેશનના કારણે થયેલ છે. યોગ્ય અને સઘન સારવાર સમયસર તમામ દર્દીઓને આપવામાં આવેલ છે. સારવારમાં સાધનસામગ્રીમાં કોઈ જ ખામી રહી નથી.