મહારાષ્ટ્રઃ હડતાળીયા એસ.ટી. કર્મચારીઓનો ૩૬ દિવસનો પગાર કાપી લેવાશે

0
2619

મુંબઈ – મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ, ટૂંકમાં એસ.ટી.ના જે કર્મચારીઓ દિવાળીના તહેવારમાં રાજ્યભરમાં હડતાળ પર ઉતર્યાં હતાં એમનો ૩૬ દિવસનો પગાર કાપી લેવામાં આવનાર છે.

એ નિર્ણય પૈકી સરકાર આ કર્મચારીઓનો આ મહિનાનો ચાર દિવસનો પગાર કાપશે.

બાકીના ૩૨ દિવસનો પગાર આવતા છ મહિનામાં કાપવામાં આવશે.

એસ.ટી. કર્મચારીઓ દિવાળીના પર્વમાં ચાર દિવસ હડતાળ પર ઉતર્યાં હતાં. એને કારણે એસ.ટી. વહીવટીતંત્રને ગયેલી આર્થિક ખોટની ભરપાઈ કરવા માટે નિયમાનુસાર એક દિવસની હડતાળ સામે આઠ દિવસનો પગાર તે ધોરણે ૩૬ દિવસનો પગાર કાપવામાં આવશે.

એસ.ટી. કર્મચારીઓ હડતાળ પર જતાં દિવાળીના દિવસોમાં લાખો બસ પ્રવાસીઓ પરેશાન થઈ ગયા હતા. દિવાળીમાં લોકો મોટી સંખ્યામાં બસમાં પ્રવાસ કરતા હોય છે, પરંતુ કર્મચારીઓએ હડતાળ પાડતાં એસ.ટી. તંત્રને મોટી આર્થિક ખોટ ગઈ છે.

કર્મચારીઓએ અંતે ભાઈબીજના દિવસે એમની હડતાળ પડતી મૂકી હતી, પરંતુ ત્યાં સુધીમાં તંત્રને લાખો રૂપિયાની ખોટ ગઈ હતી.