રાજકોટ માટે 25મી મે એક ગોઝારો દિવસ સાબિત થયો. વેલડિંગના તણખાથી લાગેલી આગ લગભગ 30 જેટલા લોકોના જીવને ભભૂખી ગઈ છે. ત્યારે હવે તંત્ર સફાળું જાગ્યું છે. રાજ્યમાં તમામ ગેમ ઝોન સહિતની કેટલીક જગ્યા પર બિલ્ડીંગ યુઝ અને NOC જેવા ડોક્યુમેન્ટને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીની જેટલી વિગતો પ્રમાણે આ ગેમ ઝોન બિલ્ડીંગ યુઝ પરમિશન વગર ત્રણ વર્ષથી ધમધમતો હતો. આ ઉપરાંત ફાયર સેફ્ટી માટેના ઉપકરણો ન હતા કે નહીં તેના માટે કોઈ મંજૂરી મેળવવામાં આવેલી.
ગેમ ઝોનમાં કેટલીક ગેમ્સ માટે પેટ્રોલ-ડિઝલના જેવા જવલનશીલ પદાર્થોના સ્ટોરેજ પણ કરવામાં આવ્યા હતા. આ સ્ટોરેજને લઈ પરવાનગી મંજૂરી અને નિયમ પાલનને લઈ હાલ તપાસ ચાલી રહી છે. આ જીવલેણ આગ લાગી ત્યારે અંદર કેટલા લોકો હતા, કેટલા બહાર નીકળવામાં સફળ થયા, કેટલાનો ભોગ લેવાયો, કેટલાની હજી ભાળ નથી મળી એવા કોઈ સવાલનો સત્તાવાર કે બિનસત્તાવાર જવાબ નથી. સમાન્ય રીતે સ્થિતીની તપાસ ચાલી રહી છે. જેવા અનેક નિવેદનો આપના સરકાર તરફથી પણ કોઈ પણ નિવેદન આવ્યું નથી.
રાજકોટમાં હોસ્પિટલની બહાર કેટલાક પરિવારોને પોતાના પ્રિયજનોના મૃતદેહની ભાજ પડી નથી. હાલ કેટલાક લોકોને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. તો કેટલાક લોકો ભૂખ્યાને તરસ્યા હોસ્પિટલની બહાર રાત દિવસ રાહ જોય રહ્યા છે. તો બીજી બાજુ દુર્ઘટના જે સ્થળે બની તે ‘ક્રાઈમ સીન’ બૂલડોઝરનો ઉપયોગ કરી સમથળ કરી નાખવામાં આવી છે. હવે પ્રશ્ન એ થાય છે કે જ્યાં પરવાનગી માટે ચાર વર્ષનો સમય ટૂંકો પડ્યો ત્યારે દુર્ઘટનાના 96 કલાકમાં કેમ જમીન સમથલ કરી નાખવામાં આવી છે. ફોરેન્સિક લેબ મૃતકોના ડીએનએ મેળવી તેમની ઓળખ કરવામાં વ્યસ્ત છે. રાજકોટ પોલીસ આરોપી પકડી તેને રિમાન્ડ મેળવવામાં અને મ્યુનિસિપલ કમિશનરઆડેથઝોનને પરમિશન આપી કે નહીં તેના કાગળિયા એકત્ર કરી રહી છે.
ગેમ ઝોન જેમ દરેક નિયમોનું ઉલ્લંઘન કરી ઉભો કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે હજારો લીટર પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પણ ગેરકાયદે જ સ્ટોર કરવામાં આવ્યો હશે. હવે જમીન સમથળ કરી દેવામાં આવી છે. તેના ઉપર બુલડોઝર ફરી વળ્યું છે. રોડરોલરથી માટી દબાવી દેવામાં આવી છે, તો આ સ્ટોરેજના પુરાવા કેવી રીતે મળશે? કોણ એકત્ર કરશે? અને ક્યારે એકત્ર કરશે? આવા સવાલ ઉભા થઈ રહ્યા છે. પુરાવાનો નાશ કરવો, પુરાવા સાથે ચેડાં કરવા એ પણ એક મોટો ગુનો બને છે.