ધ દૂરબીન દ્વારા 26મી ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદના 609માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના મુખ્ય હેરિટેજ સ્થળોને દર્શાવતી કેક બનાવવામાં આવેલી જેમાં સીદી સૈયદની જાળી, ત્રણ દરવાજા, એલિસબ્રીજ પણ બનાવવામાં આવ્યા હતા. અમદાવાદના જન્મદિવસની ઉજવણીમાં 40 જેટલા અમદાવાદના જાગૃત નાગરિકોએ ભાગ લીધો હતો.
609માં જન્મદિવસ નિમિતે ધ દૂરબીન દ્વારા ખાસ માણેક ટુ માણેક હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યા હતું. જેમાં 15થી વધારે લોકોએ ભાગ લીધો હતો અને અમદાવાદને નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે “ધ દૂરબીન” એ અમદાવાદ તથા ગુજરાતના ઐતિહાસિક વારસા, માતૃભાષા અને સંસ્કૃતિને જનજન સુધી પહોચાડવાનું કાર્ય કરી રહી છે. આ સંસ્થા સાથે જોડાયેલા યુવા વર્ગ અમદાવાદ તથા ગુજરાતના વિવિધ શહેરોના ગૌરવવંતા વારસાને આજની તથા આવનારી યુવા પેઢી સુધી પહોચાડવા માંગે છે અને તે અંગે સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ છે.
“ધ દૂરબીન” દ્વારા અમદાવાદ ખાતે રવિવારના રોજ અલગ અલગ પ્રકારની હેરીટેજ વોક થકી અમદાવાદના ઐતિહાસિક સ્થાપત્યો, હેરિટેજ ફૂડ, સાબરમતી આશ્રમ, વગેરે જેવા સ્થળો અને તેમાં રહેલા ઐતિહાસિક વારસાને જનજન સુધી પહોચાડવાનું કાર્ય કરવામાં આવે છે.