બાળકોએ રચ્યું સૌથી મોટું માનવ અબાકસ, એશિયા બૂકમાં નોંધાયું

અમદાવાદઃ  શહેરમાં 17માં નેશનલ યુસીમાસ અબાકસ અને મેન્ટલ એરિથમેટીક સ્પર્ધાનુ આયોજન કરવામાં થયું હતું. ગુજરાતના 4 થી 13 વર્ષના 3000 અને દેશના 7000થી વધુ તેજસ્વી બાળકોએ આ અનોખી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મધ્યપ્રદેશના રુદ્ર ગુપ્તાને સ્પર્ધાના ઓલ ઈન્ડિયા વિજેતા જાહેર કરાયા હતા. વિવિધ કેટેગરીના એવોર્ડ બાળકોને એનાયત કરવામાં આવ્યાં હતાં.

યુસીમાસની 25મી જયંતીની ઉજવણીના ભાગરૂપે ટ્રાન્સસ્ટેડીયા ખાતે ભારતભરમાંથી 2500 બાળકો એકત્ર થઈને અત્યાર સુધીના સૌથી મોટા માનવ અબાકસની રચના કરીને સફળતાપૂર્વક એશિયા બૂક ઓફ રેકર્ડઝ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત સૌથા મોટા માનવ અબાકસ તરીકે ગીનીઝ બુક ઓફ રેકર્ડઝમાં પણ નામ નોંધાવવાનો પ્રયાસ થયો હતો.

યુસીમાસ ઈન્ડીયાના પ્રેસીડેન્ટ અને સીઈઓ  ડો. સ્નેહલ કારીયાએ જણાવ્યું હતું કે “આ સ્પર્ધા યુસીમાસ કલ્ચરનો મહત્વનો ભાગ છે. એમાં પ્રતિભાની સાથે સાથે વિદ્યાર્થીની  સ્પર્ધા ભાવનાનો સમન્વય છે.

ગણિતના કૌશલ્યને મજબૂત કરવા ઉપરાંત યુસીમાસના અભિગમમાં સમગ્ર બ્રેઈનનો વિકાસ કરીને યાદશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા, સર્જકતા તથા  સમસ્યા નિવારણ જેવાં મુખ્ય કૌશલ્યો શીખવવાનો પ્રયાસ કરાય છે, જેનાથી આત્મવિશ્વાસમાં ખૂબ જ વધારો થાય છે અને તમામ વિષયોના ક્ષેત્રમાં સફળતા તરફ દોરી જાય છે. આ સ્પર્ધામાં અને અબાકસ રચવા પ્રયાસ કરી રેહલાં બાળકોને વાલીઓએ વધાવી લીધા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]