ડાયરેક્ટર શેટ્ટીનો આભાર માનતી સારા અલી…

0
917
પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’ પૂર્વે ‘સિમ્બા’ ફિલ્મમાં કામ કરી રહેલી સૈફ અલી ખાન અને અમ્રિતા સિંઘની પુત્રી સારા અલી ખાને તેનો મેકઅપ કરાતો હોવા વખતની તસવીર સોશિયલ મિડિયા પર શેર કરી છે. ‘સિમ્બા’ના ડાયરેક્ટર છે રોહિત શેટ્ટી અને હિરો છે રણવીર સિંહ. સારાએ શિક્ષક દિન નિમિત્તે રોહિત શેટ્ટીને ઉદ્દેશીને લખેલા મેસેજમાં જણાવ્યું છે કે, ‘તમે સૌથી દયાળુ છો. મને વધુ સારી માનવી બનવાની કળા શીખડાવવા બદલ આભાર.’ ‘સિમ્બા’ ફિલ્મ આ વર્ષની 28 ડિસેંબરે રિલીઝ થવાની ધારણા છે.