ગુજરાત: સરકારી ભરતી માટે તૈયારી કરતા લોકો માટે ખાસ સમાચાર

ગુજરાતમાં સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા લોકો માટે ખાસ સમાચાર છે. જેમાં સરકારી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ એપ્રિલમાં યોજાશે નહિ. તેમાં ECIના ઈન્ટરનલ મેમોથી ચૂંટણીની સ્થિતિ સ્પષ્ટ છે. તથા લોકસભાની ચૂંટણીને લઈને સંભવિત સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. રાજ્ય સરકારોને 16મી એપ્રિલ સુધીમાં તમામ પ્રકારના આયોજનો પૂર્ણ કરવા એક આંતરીક નોંધ પાઠવી છે. એપ્રિલ અને મે મહિનાના પ્રથમ પખવાડીયા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકે નહી.

ભારતના ચૂંટણી કમિશન- ECIએ દેશની તમામ રાજ્ય સરકારોને 16મી એપ્રિલ સુધીમાં તમામ પ્રકારના આયોજનો પૂર્ણ કરવા એક આંતરીક નોંધ પાઠવી છે. જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઈને સંભવિત સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. આ સંજોગોમાં ગુજરાતમાં સરકારી ભરતીઓ અંતગર્ત માર્ચના મધ્યભાગથી શરૂ કરીને સમગ્ર એપ્રિલ અને મે મહિનાના પ્રથમ પખવાડીયા દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થઈ શકે નહી !

વર્ગ-3ના 20 વિવિધ સંવર્ગોની 4,304 જગ્યાઓ માટે ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળે તાજેતરમાં વર્ગ-3ના 20 વિવિધ સંવર્ગોની 4,304 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. તદ્ઉપરાંત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પણ નવી ભરતીની જાહેરાત આવી રહી છે. આ બંને મોટી ભરતીઓ ઉપરાંત ગુજરાત જાહેર સેવા આયોગમાં પણ ભરતી પ્રક્રિયાઓમાં વિવિધ તબક્કે પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યુ છે. આ તમામ સ્થિતિ વચ્ચે ECIએ રાજ્યોની સરકારોને 16મી એપ્રિલ પૂર્વે લોકસભા ચૂંટણી માટે સજ્જ થવાના ભાગરૂપ તમામ પ્રકારના કાર્યક્રમો અને પરીક્ષાઓના આયોજનો આખરી ઓપ આપવા વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવી છે.