કેવી રીતે નક્કી થાય છે ભારત રત્ન? અત્યારે સુધીમાં કોને અપાયા?

ભારત સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જનનાયક કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. રાજનીતિ, કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં વ્યક્તિના અભૂતપૂર્વ યોગદાનને ધ્યાનમાં રાખીને આ સમ્માન આપવામાં આવે છે. ત્યારે જાણીએ અત્યાર સુધી કઈ કઈ હસ્તીઓને ભારત રત્ન મળ્યો છે. અને શુ છે આ સમ્માનની વિશેષતા.

 ક્યારે થઈ આ એર્વોડ આપવાની શરૂઆત ?

ભારત રત્ન એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી, 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ સમ્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર વેંકટ રામનને 1954માં આપવામાં આવ્યું હતું. ત્યારથી લોકોને એમના સંબંધિત ક્ષેત્રમાં એમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ સમ્માન આપવામાં આવે છે. 1954માં આ સમ્માન જીવતી વ્યક્તિને જ આપવામાં આવ્યું હતું, પરંતુ 1955માં મરણોત્તર ભારત રત્ન આપવાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી. ત્યારથી મરણોત્તરને પણ ભારત રત્ન આપવામાં આવે છે. ભારત રત્ન પ્રાપ્તકર્તાઓની સત્તાવાર જાહેરાત ગેઝેટ ઓફ ઈન્ડિયામાં સૂચના જારી કરીને કરવામાં આવે છે. આ સમ્માન દર વર્ષે 26 જાન્યુઆરીએ આપવામાં આવે છે.

ભારત રત્ન માટે પસંદગી પ્રક્રિયા

ભારત રત્ન પુરસ્કાર માટે પસંદગીની પ્રક્રિયા પદ્મ પુરસ્કારોથી અલગ છે. જેમાં ભારતના વડાપ્રધાન ભારત રત્ન માટે રાષ્ટ્રપતિને એક વ્યક્તિના નામની ભલામણ કરે છે. જો કે ભારત રત્ન માટે કોઈ ઔપચારિક ભલામણની જરૂર નથી. કોઈપણ વ્યક્તિ જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગના આધારે કોઈપણ ભેદભાવ વિના આ પુરસ્કાર માટે પાત્ર ગણી શકાય.નોંધનીય છે કે વર્ષમાં માત્ર ત્રણ જ ભારત રત્ન આપવામાં આવે છે. તેમજ ભારત રત્ન એવોર્ડ દર વર્ષે આપવામાં આવે તે પણ જરૂરી નથી.

અત્યાર સુધીમાં કુલ 48 લોકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે. છેલ્લી વખત આ સમ્માન વર્ષ 2019માં આપવામાં આવ્યું હતું. જેમાં 2019 માં, નાનાજી દેશમુખ (મરણોત્તર) ને સમાજ સેવાના ક્ષેત્રમાં ભારત રત્ન, ડૉ. ભૂપેન હજારિકા (મરણોત્તર) ને કલાના ક્ષેત્રમાં અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને જાહેર કાર્ય માટે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

ભારત રત્ન મેળવનારને વ્યક્તિને શું મળે છે ?

ભારત રત્ન પ્રાપ્તકર્તાઓને ભારત સરકાર તરફથી પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે. આ સમ્માન સાથે કોઈ પૈસા આપવામાં આવતા નથી. સરકારી વિભાગો તેના પ્રાપ્તકર્તાઓને સુવિધાઓ પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે, ભારત રત્ન પ્રાપ્તકર્તાઓને રેલવે તરફથી મફત મુસાફરીની સુવિધા મળે છે. ઉપરાંત મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. સરકાર એમને વોરંટ ઓફ પ્રેસિડેન્સીમાં સ્થાન આપે છે. ભારત રત્ન મેળવનારાઓને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, પૂર્વ રાષ્ટ્રપતિ, નાયબ વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, લોકસભાના અધ્યક્ષ, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી, પૂર્વ વડાપ્રધાન પછી પ્રોટોકોલમાં સ્થાન આપવામાં આવે છે. જુદી-જુદી રાજ્ય સરકાર ભારત રત્ન પુરસ્કાર મેળવનારને એમના રાજ્યોમાં સુવિધાઓ પૂરી પાડે છે.

 નામની આગળ આ એર્વોડનું નામ ન લખી શકાય

આ સમ્માન તમારા નામની આગળ કે પાછળ ઉમેરી શકાય નહીં. જો કે, ‘રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્ન એનાયત’ અથવા ‘ભારત રત્ન પ્રાપ્તકર્તા’. એમ એના પ્રાપ્તકર્તાઓ એમના બાયો-ડેટા, લેટરહેડ અથવા વિઝિટિંગ કાર્ડ જેવા સ્થળોએ લખી શકે છે.

ભારત રત્નથી સમ્માનિત વ્યક્તિઓની યાદી

  • વર્ષ 1954માં પ્રથમ વખત પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી ડૉ.રાધાકૃષ્ણન, ડૉ.ચંદ્રશેખર વેંકટ રામન અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને ભારત રત્નથી સન્માનિત કરવામાં
  • વર્ષ 1955 માં, મોક્ષગુંડમ વિશ્વેશ્વરાય, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ અને ડૉ. ભગવાન દાસને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો.
  • વર્ષ 1957માં પંડિત ગોવિંદ વલ્લભ
  • વર્ષ 1958 માં, આ સમ્માન ડો. ધોંડો કેશવ કર્વે
  • વર્ષ 1961માં પુરૂષોત્તમ દાસ ટંડન અને  બિધાનચંદ્ર રોય
  • વર્ષ 1962માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ 
  • વર્ષ 1963માં પૂર્વ રાષ્ટ્રપતિ ડો.ઝાકિર હુસૈન અને ડૉ. પાંડુરંગ વામન કાણેને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1966માં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1971માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી.
  • વર્ષ 1975માં વીવી ગિરી

  • વર્ષ 1976માં કે. કામરાજને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1980માં સામાજિક કાર્યકર મધર ટેરેસાને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
  • વર્ષ 1983માં આચાર્ય વિનોવા ભાવેને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1987માં ખાન અબ્દુલ ગફાર ખાન
  • વર્ષ 1988માં મણિદુર ગોપાલન રામચંદ્રનને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1990માં દક્ષિણ આફ્રિકાના ડૉ. નેલ્સન રોલિહલાહલા મંડેલા અને ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (મરણોત્તર)ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1991 માં, ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી (મરણોત્તર), મોરારજી રણછોડજી દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ (મરણોત્તર) ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1992 માં સત્યજીત રેને મરણોત્તર ભારત રત્ન, જહાંગીર રતનજી દાદાભોય ટાટા, મૌલાના અબુલ કલામ આઝાદ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યા હતા.
  • વર્ષ 1997માં, અરુણા અસફ અલી (મરણોત્તર), ગુલઝારી લાલ નંદા (મરણોત્તર) અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ આઝાદને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1998 માં, મદુરાઈ સન્મુખવાદિવુ સુબ્બાલક્ષ્મી, ચિદમ્બરમ સુબ્રમણ્યમ, ગોપીનાથ બોરદોલોઈ (મરણોત્તર) ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 1999 માં, જયપ્રકાશ નારાયણ (મરણોત્તર), પ્રો. અમર્ત્ય સેન, પંડિત રવિશંકરને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

  • વર્ષ 2001 માં, ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, સુશ્રી લતા દીનાનાથ મંગેશકરને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 2009માં પંડિત ભીમસેન ગુરુરાજ જોશીને ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
  • વર્ષ 2014માં ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન સચિન રમેશ તેંડુલકર અને પ્રોફેસર ચિંતામણિ નાગેસા રામચંદ્ર રાવને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  • વર્ષ 2015 માં, ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને પંડિત મદન મોહન માલવીય (મરણોત્તર) ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
  • વર્ષ 2019 માં, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ડૉ. ભૂપેન્દ્ર કુમાર હજારિકા (મરણોત્તર), નાનાજી દેશમુખ (મરણોત્તર) ને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા હતા.