ગુજરાત ATSએ ચાર આતંકવાદીઓની કરી ધરપકડ

અમદાવાદઃ ગુજરાત ATS (એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ) એ એક મોટી આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરતા ભારતના અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે સંકળાયેલા આતંકવાદી મોડ્યુલનો ભાંડો ફોડ્યો છે. આ કાર્યવાહી દરમ્યાન કુલ ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATSના અધિકારીઓના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા ચાર આતંકવાદીઓ પૈકી બે જણને ગુજરાતમાંથી, એકને દિલ્હીમાં અને એકને નોઈડા (ઉત્તર પ્રદેશ)માંથી પકડવામાં આવ્યો છે. આ તમામ આતંકવાદીઓ અલ કાયદાના AQIS સંગઠન સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ATS દ્વારા પકડાયેલા આતંકવાદીઓની ઓળખ મોહમ્મદ ફરદીન (પિતા: મોહમ્મદ રઈસ)), સૈફુલ્લા કુરેશી (પિતા: મોહમ્મદ રફિક) અને મોહમ્મદ ફૈક (પિતા: મોહમ્મદ રિઝવાન) તરીકે કરવામાં આવી છે. ATSને નકલી ચલણી નોટ મોડ્યુલનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા હાથ લાગી છે.

ગુજરાત ATSના જણાવ્યા અનુસાર આ તમામ આતંકવાદીઓની ઉંમર આશરે 20થી 25 વર્ષની વચ્ચે છે. આ આતંકવાદીઓ ભારતમાં મોટા હુમલાઓની યોજના બનાવી રહ્યા હતા અને તેમને અમુક મુખ્ય સ્થાનોએ હુમલો કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ ચારેય આતંકવાદીઓ સોશિયલ મિડિયાની એપ્લિકેશનો દ્વારા પરસ્પર જોડાયેલા હતા અને તેમના સરહદ પારથી પણ કનેક્શન્સ હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાત ATSના DIG સુનીલ જોશીના જણાવ્યા અનુસાર આ મામલે ઊંડી તપાસ ચાલુ છે અને  ટૂંક સમયમાં એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા વિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવશે.