GST કાઉન્સિલની 54મી મેરેથોન બેઠક ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક દરમિયાન સ્વાસ્થ્ય વીમા પ્રિટેક્સમાં ઘટાડા અંગે વ્યાપક સર્વસંમતિ સધાઈ હતી. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય આગામી બેઠકમાં લેવામાં આવશે. આ ઉપરાંત તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓને આપવામાં આવતી હેલિકોપ્ટર સેવાઓ પરનો હાલનો GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે.
Union Finance Minister Smt. @nsitharaman chairs the 54th meeting of the GST Council, at Sushma Swaraj Bhawan, in New Delhi, today.
Along with the Union Finance Minister, Union Minister of State for Finance Shri @mppchaudhary; Chief Ministers of Goa and Meghalaya; Deputy Chief… pic.twitter.com/9oTANxzKYm
— Ministry of Finance (@FinMinIndia) September 9, 2024
GST કાઉન્સિલની બેઠક બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે બે નવા GOM એટલે કે મંત્રી જૂથની રચના કરવામાં આવી છે, જેમાંથી એક સ્વાસ્થ્ય વીમા સાથે સંબંધિત છે. આ જૂથ બિહારના નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આરોગ્ય વીમા પર જીએસટી દરોને તર્કસંગત બનાવવાનું કામ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતને ધ્યાનમાં રાખીને અન્ય સભ્યોને પણ આ ગ્રુપમાં જોડવામાં આવ્યા છે. તેઓ ઓક્ટોબર 2024ના અંત સુધીમાં આ બાબતે રિપોર્ટ કરશે. નવેમ્બરમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
The 54th meeting of the GST Council was held today at New Delhi. pic.twitter.com/ZVoieG0BN2
— GST Council (@GST_Council) September 9, 2024
સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગનાં રાજ્યો વીમા પ્રીમિયમના દરમાં ઘટાડો કરવાની તરફેણમાં છે કારણ કે માસિક GST વસૂલાતમાં વધારાને કારણે કરદાતા-મૈત્રીપૂર્ણ પગલાં લેવાનો અવકાશ છે. જો GST દરો ઘટાડવામાં આવે છે તો તે કરોડો પોલિસીધારકો માટે ફાયદાકારક રહેશે કારણ કે પ્રીમિયમની રકમ ઘટશે.
જીએસટીના આગમન પહેલા વીમા પ્રિમીયમ પર સર્વિસ ટેક્સ લાગતો હતો. વર્ષ 2017માં જ્યારે GST લાગુ કરવામાં આવ્યો ત્યારે GST સિસ્ટમમાં સર્વિસ ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2023-24માં, કેન્દ્ર અને રાજ્યોએ આરોગ્ય વીમા પ્રિમીયમ પર GST દ્વારા રૂ. 8262.94 કરોડ એકત્ર કર્યા હતા, જ્યારે આરોગ્ય રિઇન્શ્યોરન્સ પ્રિમિયમ પર GST તરીકે રૂ. 1,484.36 કરોડ એકત્ર થયા હતા.
ઓનલાઈન ગેમિંગ પર જીએસટી લાદવાને કારણે બમ્પર આવક
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમિંગ પર GST લાદવાથી આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓનલાઈન ગેમ્સ પર જીએસટીની જાહેરાત બાદથી છેલ્લા છ મહિનામાં આવક 412 ટકા વધીને રૂ. 6909 કરોડ થઈ છે. કેસિનોની આવકમાં પણ 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો છે
આ સમિતિમાં કેન્દ્ર અને રાજ્યના ટેક્સ અધિકારીઓનો સમાવેશ થાય છે. કાઉન્સિલમાં રાજ્યોના નાણા મંત્રીઓ પણ ભાગ લે છે. સ્વાસ્થ્ય વીમા પર જીએસટીનો મુદ્દો પણ સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે. વિપક્ષી સભ્યોએ આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમને GST મુક્ત રાખવાની માંગ કરી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ પણ આ મુદ્દે સીતારમણને પત્ર લખ્યો છે.