નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ગૃહ મંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓના આંદોલન સહિત દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે અને વિપક્ષના દરેક સવાલનો જવાબ આપવા માટે પણ સરકાર તૈયાર છે.
Gandhinagar: Union Home and Cooperation Minister Amit Shah speaks at the inauguration of the Startup Conclave 2025 at Mahatma Mandir in Gandhinagar, Gujarat, on Tuesday, September 23, 2025. (Photo: IANS/X/@Bhupendrapbjp)તેમણે કહ્યું હતું કે અમે આજે બપોરે ત્રણ વાગ્યાથી આવતી કાલે બપોરે ત્રણ વાગ્યા સુધી ચર્ચા કરવા માટે તૈયાર છીએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ માત્ર હંગામો કરવા પર અડગ છે. ચર્ચા થશે તો જનતા સમક્ષ બધું સ્પષ્ટ થઈ જશે અને જનતા નક્કી કરશે કે ચર્ચાથી કોણ ભાગી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર પાસે છુપાવવા માટે કંઈ નથી. તેમણે વિદ્યાર્થીઓના આંદોલન સહિત તમામ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવાની તૈયારી દર્શાવી હતી. વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલી ટિપ્પણીઓ પર તેમણે કહ્યું હતું કે “લાપતા”, “ભગોડા” અને “ભાગી ગયા” જેવા શબ્દોનો ઉપયોગ યોગ્ય નથી. તેમણે કહ્યું કે સંસદનું સત્ર શરૂ થયું ત્યારથી તેઓ નિયમિત રીતે સંસદમાં આવી રહ્યા છે અને પોતાના કાર્યાલયમાં બેસે છે.
VIDEO | Parliament Monsoon Session: Union Home Minister Amit Shah, says, “Words like ‘missing’ and ‘fugitives’ are terms that have only recently begun to be heard in India’s public and parliamentary discourse. Ever since the Parliament session began, I have been coming regularly… pic.twitter.com/hnmEstw0CB
— Press Trust of India (@PTI_News) August 12, 2026
તેમણે કહ્યું હતું કે જો વિપક્ષ બંને ગૃહોની કાર્યવાહી જ ચાલવા ન દે તો આવી સ્થિતિમાં સરકાર શું કરી શકે? તેમણે વિપક્ષને હંગામા કરતાં સંસદમાં ચર્ચા કરવા અને પોતાના પ્રશ્નો ઉઠાવવાની અપીલ કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકાર કોઈ પણ મુદ્દે ચર્ચાથી ભાગી રહી નથી અને સંસદમાં ચર્ચા દ્વારા તમામ હકીકતો દેશની જનતા સામે લાવવા માટે તૈયાર છે.




