ગુગલના CEO સુંદર પિચાઈનો જન્મ ભારતમાં અને ઉછેર ભારતમાં થયો હતો. ભારતીય મૂળના સુંદર પિચાઈએ તાજેતરમાં તેમના પસંદગીના ભારતીય ફૂડને લઈને યુટ્યુબર વરુણ માયાને આપેલા ઈન્ટરવ્યુમાં વાત કરી. સુંદર પિચાઈ ભારતીય મૂળના એવા CEOમાંથી એક છે જેમની દુનિયાભરમાં ચર્ચા થાય છે. 51 વર્ષીય પિચાઈએ તાજેતરમાં ભારત પર AIની અસર, ભારતીય એન્જિનિયરોને સલાહ અને અન્ય વિષયો વિશે વાત કરી હતી.જ્યારે યુટ્યુબર વરુણ માયા દ્વારા તેમના મનપસંદ ભારતીય ફૂડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પિચાઈએ કહ્યું કે જ્યારે તેઓ બેંગલુરુમાં હોય છે ત્યારે તેમને ઢોંસા ખાવાનું ગમે છે અને જ્યારે તેઓ દિલ્હીમાં હોય છે ત્યારે તેમને છોલે-ભટુરે ખાવાનું પસંદ હોય છે. જ્યારે તેઓ મુંબઈમાં હોય તો પાવભાજી ખાવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે ગૂગલની તાજેતરની ઇવેન્ટમાં પિચાઈએ ગૂગલના ઘણા નવા પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી. આ વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સમાં, ગૂગલે એન્ડ્રોઇડ 15 બીટા 2 લોન્ચ કર્યું છે, જે હાલમાં Pixel સહિત ઘણા મોબાઈલ ફોન પર ઉપલબ્ધ છે.સુંદર પિચાઈ ભારતીય મૂળના એવા CEOમાંથી એક છે જેમની વિશ્વભરમાં ચર્ચા થાય છે. તેઓ વિશ્વના સૌથી વધુ પગાર મેળવનારા CEO તરીકે પણ જાણીતા છે. પિચાઈનો જન્મ તમિલનાડુના એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમણે IIT ખડગપુરમાંથી B.Tech કર્યું. તે પછી તેઓ અમેરિકા ગયા. જ્યાં તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એસ. કર્યું. પિચાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત મટિરિયલ એન્જિનિયર તરીકે કરી હતી. તે પછી તેઓ વર્ષ 2004માં મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે Googleમાં જોડાયા. સુંદર પિચાઈ વર્ષ 2015માં ગૂગલના CEO બન્યા હતા. જે બાદ તેમની દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી. પિચાઈ અબજોપતિઓની યાદીમાં સામેલ થનારા પ્રથમ નોન-ફાઉન્ડર ટેક એક્ઝિક્યુટિવ છે.