શિલ્પા શેટ્ટીનો ‘હેલોવિન લુક’ જોઈને ડરી જશો તમે

મુંબઈઃ વિશ્વભરમાં હાલના સમયમાં ‘હેલોવિન વીક’નો ફીવર ચઢ્યો છે, જેમાં બોલીવૂડ સેલિબ્રિટીઝ પણ બાકાત નથી. બોલીવૂડની એક્ટ્રેસિસના ‘હેલોવિન લુક’ સામે આવી રહ્યા છે. હવે આવા ડરામણા કોસ્ચ્યુમમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ‘હેલોવિન લુક’ સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. શિલ્પાનો આ લુક એટલો ડરામણો છે કે નબળા હ્દયવાળા લોકો શિલ્પાનો આ લુક ના જુએ તો સારું રહેશે.

શિલ્પાએ 31 ઓક્ટોબરે  સાંજે તેનો લુક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં તેણે કેટલાય ફોટો ઇન્સ્ટા રીલમાં શેર કર્યા હતા. શિલ્પા બહુ ડરામણા મેકઅપ સાથે વાઇટ ડ્રેસમાં નજરે ચઢી રહી છે. આ મેકઅપની સાથે ‘ચુડેલના રૂપ’માં શિલ્પાનું સ્મિત જોવા લાયક છે.

શિલ્પા શેટ્ટીએ એક વિડિયો શેર કર્યો છે, જેમાં તે ‘હોલવિન લુક’માં નજરે પડી રહી છે. આ વિડિયોમાં શિલ્પાએ કેટલાય ડરામણા પોઝ આપી રહી છે. શિલ્પા શેટ્ટીના વિડિયોમાં તેને જોઈને કદાચ જ તેના ફેન્સ તેને ઓળખવાનો ઇનકાર કરી દે.

શિલ્પાએ જેવા આ ફોટો સોશિયલ મિડિયામાં શેર કર્યા, એવું તરત જ હજારો લોકોએ તેના નવા લુકને લાઇક કર્યા હતા. શિલ્પા સોશિયલ મિડિયા પર સૌથી વધુ સક્રિય છે. જોકે તેના પતિ રાજ કુદરાના પોર્ન વિડિયો મામલે ધરપકડ થયા પછી તેણે સોશિયલ મિડિયા પરથી બ્રેક લીધો હતો, પણ હવે તે ફરી સક્રિય થઈ ગઈ. શિલ્પાએ રાજ સાથે 2009માં લગ્ન કર્યાં હતાં. તેમને આઠ વર્ષનો પુત્ર- વિયાન અને એક વર્ષની પુત્રી- શમિષા છે.