વિરુષ્કાએ ‘વામિકા’ના જન્મ પછી અનેક રેકોર્ડ બનાવ્યા

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી સૌથી ક્યુટ કપલ્સમાંના એક છે. તેમણે તેમની કેરિયરના પીક પર રહેતાં લગ્ન કર્યાં અને પછી માતા-પિતા બન્યાં. વર્ષ 2020માં પુત્રી વામિકાના જન્મ પછી વિરાટ-અનુષ્કાએ કેટલાય રેકોર્ડસ બનાવ્યા હતા. વામિકાના પહેલા જન્મદિવસના અવસરે વિરુષ્કાએ કઈ સફળતા હાંસલ કરી છે, ચાલો એ જાણીએ…

આશરે ત્રણ વર્ષના અંતરાલ પછી અનુષ્કા ટૂંક સમયમાં ‘ચકદા એક્સપ્રેસ’ની સાથે ફિલ્મોમાં પરત ફરશે. તે આ ફિલ્મમાં એક મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીની ભૂમિકા ભજવશે. તેણે હાલમાં જ એ ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું.

વિરાટ કોહલીએ ગયા સપ્ટેમ્બરમાં ઘોષણા કરી હતી કે તે નવેમ્બરમાં T-20i વિશ્વ કપ પૂરો થયા પછી T-20i ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દેશે. કોહલી ગયા વર્ષે ઇન્સ્ટાગ્રામ પર 150 મિલિયન ફોલોઅર્સને પાર કરનાર પહેલો ક્રિકેટર, પહેલો ભારતીય અને પહેલો એશિયન બન્યો છે. વળી, ફોટો બ્લોગિંગ પોર્ટલ પર 150 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનાર ચોથો સ્પોર્ટ્સ સેલિબ્રિટી છે.

વળી, વિરાટ કોહલીએ છઠ્ઠી ડિસેમ્બર, 2020માં ઇતિહાસ રચ્યો હતો. તેણે ત્રણે ફોર્મેટમાં 50 મેચ જીતનાર પહેલો ક્રિકેટર બની ગયો છે. કોહલીએ ગયા વર્ષે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યુ ઝીલેન્ડની સામે બીજી ટેસ્ટ મેચમાં ભારતને 372 રનની મોટી જીત અપાવી હતી. કોહલી હવે વિશ્વનો એકમાત્ર ક્રિકેટર છે, જેણે ત્રણે ફોર્મેટમાં 50 જીતમાં પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો રહ્યો છે.