કોરોનાને કારણે અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસની ફ્રીક્વન્સી ઘટાડાઈ

અમદાવાદઃ ભારતીય રેલવેની પેટાકંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી)એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના કેસમાં ગંભીર પણે ઉછાળો આવવાને લીધે અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડાવવામાં આવતી તેજસ એક્સપ્રેસની ફ્રીક્વન્સીમાં ઘટાડો કર્યો છે.

82902/ 82901 (અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ) તેજસ એક્સપ્રેસની ફ્રીક્વન્સી, જે હાલ સપ્તાહમાં પાંચ દિવસની છે તે 12 જાન્યુઆરીથી ઘટાડીને 3 દિવસ કરાશે. આ નિર્ણય આવતી 10 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે. ટ્રેન આ સમયગાળા દરમિયાન દરેક સપ્તાહે બુધવાર અને સોમવારે દોડાવવામાં નહીં આવે.