દીપિકાએ વિમાનના ઈકોનોમી વર્ગમાં પ્રવાસ કર્યો

મુંબઈઃ ટોચની બોલીવુડ અભિનેત્રી હોવા છતાં લક્ઝરી બિઝનેસ ક્લાસમાં સફર કરવાને બદલે દીપિકા પદુકોણ તાજેતરમાં ઈન્ડીગો એરલાઈનની એક ફ્લાઈટમાં ઈકોનોમી વર્ગમાં પ્રવાસ કરતી જોવા મળી હતી. એક પ્રશંસકે એનો વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યા બાદ આની જાણ થઈ છે. વિમાનમાં દીપિકાની પાછળ એનો એક બોડીગાર્ડ પણ હતો. એક ક્રૂ મેમ્બરનાં માર્ગદર્શન મુજબ બંને જણ ઈકોનોમી વર્ગમાં આગળની તરફ ગયાં હતાં અને એમની સીટ પર બેસી ગયાં હતાં. એ લો પ્રોફાઈલ રાખતી દેખાઈ હતી અને એકેય સહ-પ્રવાસી સાથે એણે વાત કરી નહોતી. એક જણે એનું નામ પણ ઉચ્ચાર્યું હતું, તે છતાં એણે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. દીપિકાએ નારંગી અને બ્લૂ રંગનું જેકેટ પહેર્યું હતું અને માથા પર નારંગી રંગની કેપ પહેરી હતી અને આંખો પર સનગ્લાસ પહેર્યાં હતાં.

દીપિકા હાલમાં જ ‘પઠાણ’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મે ટિકિટબારી પર જોરદાર કમાણી કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]