આઇસી15 ઇન્ડેક્સ 10% ઉછળ્યોઃ બિટકોઇનમાં 11%ની વૃદ્ધિ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે જોરદાર તેજી આવી હતી. બિટકોઇન 11 ટકા કરતાં વધુ ઉછળીને 24,642 ડોલરના ભાવે પહોંચ્યો હતો. રોકાણકારોએ ફુગાવાના આંકડા પ્રોત્સાહક આવ્યા તેને પગલે શોર્ટ પોઝિશન સુલટાવી દેતાં બજાર વધ્યું હતું. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના ઘટકોમાંથી તમામ કોઇન વધ્યા હતા. એમાંથી પોલીગોન, બિટકોઇન, અવાલાંશ અને સોલાનામાં 9થી 12 ટકાનો વધારો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 1.113 ટ્રિલ્યન ડોલર થયું હતું.

દરમિયાન, હોંગકોંગે આગામી પહેલી જૂનથી તમામ નાગરિકો માટે ક્રીપ્ટોકરન્સીનું ટ્રેડિંગ કાનૂની બનાવવાની શરૂઆત કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 9.66 ટકા (3,076 પોઇન્ટ) વધીને 34,920 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,844 ખૂલીને 35,281ની ઉપલી અને 31,828 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]