મની લોન્ડરિંગ કેસમાં EDએ સુકેશ ચંદ્રશેખરની ધરપકડ કરી

તિહાર જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરને ગુરુવારે અન્ય એક કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDએ ગુરૂવારે છેતરપિંડી કરનાર સુકેશને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટે સુકેશ ચંદ્રશેખરને 9 દિવસના EDના રિમાન્ડ પર મોકલી દીધા છે. EDએ એક નવા કેસમાં સુકેશ ચંદ્રશેખરની ધરપકડ કરી છે. આ મામલો રેલિગેર એન્ટરપ્રાઇઝ લિમિટેડના પૂર્વ પ્રમોટર માલવિંદર સિંહની પત્ની પાસેથી 3.5 કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે સંબંધિત છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુકેશને નવ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધો હતો. એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે પણ સુકેશને દરરોજ 15 મિનિટ સુધી તેના વકીલને મળવાની મંજૂરી આપી હતી.

EDએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી

EDએ ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ વિશે જાણવા માટે સુકેશના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. EDએ આરોપ લગાવ્યો હતો કે સુકેશે તિહાર જેલમાં બંધ માલવિંદર સિંહની સુરક્ષા સુનિશ્ચિત કરવાના બદલામાં પૈસા પડાવવા માટે કાયદા સચિવ તરીકે મલવિંદર સિંહની પત્નીનો સંપર્ક કર્યો હતો. એજન્સીએ કહ્યું કે સુકેશ ખોટા નિવેદનો આપી રહ્યો છે અને તપાસમાં સહકાર નથી આપી રહ્યો.

Jacqueline Fernandez and Sukesh Chandrashekhar

સુકેશ 200 કરોડના કેસમાં જેલમાં છે

200 કરોડના કૌભાંડ કેસમાં સુકેશ પહેલાથી જ ન્યાયિક કસ્ટડીમાં છે. તેણે ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ સાથે છેતરપિંડી કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 2021ના આ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી સહિત અનેક બોલિવૂડ અભિનેત્રીઓ અને મોડલની ચંદ્રશેખર સાથેના કથિત સંબંધો અંગે પૂછપરછ કરી છે.